તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અરવલ્લીમાં જિ.પં. અને છ તા.પં., મોડાસા અને બાયડ પાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષોમાં ભારે ખેંચતાણ શરૂ થઇ છે. આગામી ચૂંટણીમાં પોતાના જૂથના ઉમેદવાર આવે તે માટે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થયો છે તો બીજી તરફ મોડાસામાં આવેલી નાગરિક બેંકની ચૂંટણી આગામી માર્ચમાં આવનાર હોય અને મદદરૂપ થાય એવા મૂરતિયા માટે લોબિંગવાળા ઉમેદવારો પસંદ કરવા માટે પણ ખૂબ જ મોટા પાયા પર લોબિંગ થઇ રહ્યું છે.
બીજી તરફ કોંગ્રેસમાં પણ બાયડ વિધાનસભામાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરાય તો પોતાને મદદરૂપ થાય તેવા મૂરતિયા ઉતરવાના ચાલુ થયા છે. બીજી તરફ બાયડ પાલિકા માં જૂથવાદ ખૂબ જ મોટા ટોચ ઉપર પહોંચ્યો છે. મોડાસાના વર્તમાન કોંગ્રેસના ધારાસભ્ય રાજુ ઠાકોર ઠાકોરના ઉમેદવારો હારે તો તેમના તેમનું પક્ષમાં ખરાબ દેખાય અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કપાઈ જાય તે માટે પણ કેટલાક જૂથો સક્રિય રીતે કામ કરી રહ્યા છે. બાયડ અને મોડાસા વિધાનસભા ભાજપ પાસે નથી અને પોતે લઈ આવે છે તેવું દેખા દેખાડી આગામી વિધાનસભામાં ટિકિટ મેળવવા દાવો કરી શકાય તે માટે ભાજપનું પણ એક જૂથ સક્રિય થયું છે.
મોડાસા પાલિકા ગત ચૂંટણીમાં અપક્ષના સહારે બનાવાઇ હતી. બાયડ પાલિકા ભાજપના વિરોધમાં એનસીપીએ કબજે કરી હતી. આ વખતે જો તટસ્થપણે ઉમેદવારો પસંદ નહીં થાય તો રાજકીય ઔવેસી, પાર્ટી આમ આદમી પાર્ટી અને અપક્ષોનો મોટો રાફડો ફાટી નીકળવાનું અત્યારથી જ સ્પષ્ટપણે લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટેની જવાબદારી સોંપાઈ છે તેઓ આગામી વિધાનસભા ના ઉમેદવાર તરીકે જ પોતાને સપોર્ટ કરે એવા ઉમેદવારો પસંદ માટે લોબિંગ કરતા હોવાનો આક્ષેપ અને કેટલીક જગ્યાએ નાણાંકીય લેવડદેવડ થયાના આક્ષેપો સાથે પ્રદેશ ભાજપમાં રજૂઆત થયા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.