કાર્યવાહી:શામળાજી ચેકપોસ્ટેથી પોલીસે 26.52 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

મોડાસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી દારૂ-કન્ટેનર સહિત 34,54,000 નો મુદ્દામાલ કબજે લઇ શખ્સને જેલભેગો કર્યો

શામળાજી પોલીસે ચેકપોસ્ટ પાસેથી પસાર થતા કન્ટેનરને રૂ. 26.52 લાખના દારૂ સાથે પકડી પોલીસે રાજસ્થાનના શખ્સની અટકાયત કરી હતી.અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા તા. 17- 27 નવેમ્બર દરમિયાન ડીવાયએસપી ભરત બસિયા ની સૂચનાથી સ્પેશિયલ પ્રોહિબીશન જુગાર ડ્રાઇવ કરતાં શામળાજી પીએસઆઇ બી.એસ. ચૌહાણ અને સ્ટાફ દ્વારા ઉદેપુર તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું.

દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કન્ટેનર નંબર આરજે 32 જીસી 0281 માં વિદેશી દારૂ ભરીને પસાર થવાના હોવાની માહિતીના આધારે પોલીસે શામળાજી ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ઉપરોક્ત કન્ટેનર પસાર થતાં પોલીસે ગાડીની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની પેટીઓ નંગ 508 બોટલ નંગ 6096 રૂ. 26.52 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે કન્ટેનર સહિત કુલ રૂ.34.54 લાખનો મુદ્દામાલ કબજે લઇને હીરાલાલ સોહનલાલ ગુર્જર રહે. ભાવતા જિ.અલવર રાજસ્થાનને ઝડપી જેલ હવાલે કર્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર વોન્ટેડ મહેન્દ્રસિંહ રાવત ગુર્જર રહે. નારાયણપુર જિ.અલવર રાજસ્થાન સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...