ધરપકડ:બાઇકચોરીનો ફરાર આરોપી મોડાસામાંથી પોલીસે પકડ્યો

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોડાસા શહેરમાં બાઇકની ચોરીમાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઇ-ગુજકોપ પોકેટ કોપ ની મદદથી શહેરના ડોક્ટર હાઉસ વિસ્તારમાંથી બાતમી આધારે ઝડપી જેલ હવાલે કર્યો હતો.

જિલ્લા પોલીસવડાની સૂચનાથી મિલકત સંબંધી ગુના કરી નાસતા ફરતા આરોપીઓને પકડવા છેલ્લા એક સપ્તાહથી સ્પેશિયલ ડ્રાઇવ યોજાઇ રહી છે. જેના ભાગરૂપે સર્વેલન્સ સ્કવોડ દ્વારા શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું. જેમાં સ્ટાફને બાતમી મળી હતી કે મોડાસા શહેરી વિસ્તારમાં બાઇકની ચોરીના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો બાયડના ચોઈલાનો આરોપી જેહાભાઈ ઉર્ફે જયેશ રમણભાઈ દેવીપૂજક મોડાસા શહેરમાં આવ્યો હોવાનું અને તે બસ સ્ટેશન પાસેના ડોક્ટર હાઉસ પાસે હોવાની માહિતીના આધારે પોલીસે ઝડપી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...