તપાસ:મોડાસામાં કિશોરીની છેડતી કરાતાં પોલીસ ફરિયાદ

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના માલપુર રોડ ઉપર આવેલી તિરુપતિ આનંદ વિલા સોસાયટીમાં પડોશમાં રહેતી ધોરણ આઠની વિદ્યાર્થીનીને તેના જ પડોશીએ ઘરે લઇ જઇ કિશોરી સાથે શારીરિક અડપલા કરી આબરૂ લેવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. કિશોરીની માતાએ પોલીસ સ્ટેશનમાં હવસખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સુરેશભાઈ પ્રેમ સિંગભાઈ રગજીભાઈ ગરોડ હાલ રહે તિરુપતિ આનંદ વિલા સોસાયટી મોડાસા મૂળ રહે બેણદા તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...