તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોડાસા રાણા સૈયદ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ કરી કતલખાને ધકેલાતાં 100થી વધુ પશુઓને બચાવ્યાં

મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે કોમ્બીંગ હાથ ધરીને કતલખાને ધકેલાઈ રહેલા પશુઓને બચાવાયા - Divya Bhaskar
પોલીસે કોમ્બીંગ હાથ ધરીને કતલખાને ધકેલાઈ રહેલા પશુઓને બચાવાયા
  • મોડી સાંજે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરાતાં કસાઈઓ ભૂગર્ભમાં ઉતરી ગયા

અરવલ્લી જિલ્લા પોલીસે મોડાસા પાસે આવેલા રાણા સૈયદમાં મોડી સાંજે કોમ્બિંગ હાથ ધરી કતલખાને ધકેલાઈ રહેલા 100 કરતાં વધુ મૂંગા પશુઓને બચાવી લીધા હતા. અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ભરત બસિયાને ખાનગી રાહે બાતમી મળી કે મોડાસા પાસેના રાણા સૈયદ વિસ્તારમાં કતલખાને ધકેલવા માટે મોટી સંખ્યામા ગાય વાછરડાઓ પાડા અને બળદ જેવા અસંખ્ય મૂંગા પશુઓને છેલ્લા કેટલાય સમયથી એકઠા કરાઇ રહ્યા છે તેવી બાતમી આધારે ડીવાયએસપી ભરત બસિયાએ એલસીબી અને અન્ય પોલીસ કાફલો સાથે રાખીને સાંજના સમયે રાણા સૈયદ વિસ્તારમાં અચાનક કોમ્બિંગ હાથ ધરતા પોલીસને જોઇને કસાઈઓ ભાગી છૂટયા હતા.

જો કે, પોલીસે મોડી સાંજ સુધી રાણા સૈયદ વિસ્તારમાંથી 100 જેટલા ગાય વાછરડાઓને બચાવી લીધા હતા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું દરમિયાન માઝૂમ નદીના તટમાં મૂંગા પશુઓ કોતરોમાં ચાલી જતા મોડી સાંજ સુધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું. ડીવાયએસપી ભરત રસિયાએ જણાવ્યું હતું કે મૂંગા પશુઓ રાણા સૈયદ અને પહાડપુર ગામ વચ્ચેથી પસાર થતી માઝૂમ નદીના કોતરોમાં ઉતરી પડતા પોલીસે મોડી સાંજે પણ સર્ચ ઓપરેશન શરૂ રાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...