તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:નવાખિલોડાના યુવાને નદીમાં ઝેર પી આપઘાત કરતાં મોત

મોડાસા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુવાનની આત્મહત્યાનું કારણ અકબંધ

ભિલોડાના નવાખિલોડાના યુવકે નદીના પટમાં ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે તાત્કાલિકશામળાજી ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ વધુ પડતી ઝેરી દવા પી જવાના કારણે યુવાનનું મોત થયું હતું. નવા ખિલોડામાં રહેતો જનક સુભાષભાઈ તરાર (18) શુક્રવારે બપોરના સમય ગામની સીમમાં નદીના પટમાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તે નદીમાં તરફડિયા મારવા લાગ્યો હતો. આજુબાજુથી લોકોએ દોડી આવ્યા હતા અને તેના પરિજનોને જાણ કરી હતી.

યુવાનની તબિયત ગંભીર જણાતા તાત્કાલિક સારવાર માટે તેના પરિજનો શામળાજી સીએચસી લઈ આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં ઝેરી દવા શરીરમાં પ્રસરી જતા યુવાનનું મોત થયું હતું. આ અંગે મૃતકના કાકા રસિકભાઈ ધુળાભાઈ તરારે શામળાજી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે સીઆરપીસી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો