તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:અરવલ્લીમાં પીઆઈ અને 2 પીએસઆઈની બદલી કરાઇ

મોડાસા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જાહેર હિતમાં પીઆઈ અને પીએસઆઈની આંતરિક બદલીના હુકમ કર્યો છે. જિલ્લા ટ્રાફિકનો ચાર્જ સંભાળતા સીપીઆઇની મોડાસા ટાઉન ખાતે અને ધનસુરા પીએસઆઇની મોડાસા ટાઉન અને લીવ રિઝર્વમાં ફરજ બજાવતા પી.એસ.આઇ ની ધનસુરા પોલીસ સ્ટેશનમાં બદલીના આદેશ કર્યા છે.

પોલીસ વડાએ શનિવારે સીપીઆઇ અને બે પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલીના આદેશ કર્યો હતો. જિલ્લા ટ્રાફિક સીપીઆઇ નો ચાર્જ સંભાળતા એમ.જી વસાવાને જાહેર હિતમાં સીપીઆઇ મોડાસા તરીકે અને લીવ રિઝર્વમાં ફરજ બજાવતા બી .એસ. ચૌહાણની ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે અને ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેે‌ક્ટર પી.ડી .રાઠોડની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલીના આદેશ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...