તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મેઢાસણ CHC કોવિડ સબસેન્ટરમાં રેપિડ ટેસ્ટ કરાવવા સપ્તાહથી લોકોની રઝળપાટ

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઢાસણ સહિતના 10 ગામો માટે સરકારે સબસેન્ટર શરૂ કર્યું

મોડાસાના મેઢાસણ સીએચસીમાં સરકારે મહામારીને ધ્યાનમાં રાખીને આજુબાજુના 10 જેટલા ગામડાઓની પ્રજાને કોરોનાની સારવાર મળી રહે તે માટે છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી કોવિડ સબસેન્ટર શરૂ કર્યું છે. પરંતુ છેલ્લા એક સપ્તાહ ઉપરાંતના સમયથી આજુબાજુના ગ્રામજનો રેપિડ ટેસ્ટ કરાવવા રઝળપાટ કરી રહ્યા છે. બીજી બાજુ મેઢાસણ, સરડોઈ, પંથકના ગામડાઓમાં એક અઠવાડિયામાં શંકાસ્પદ કોરોનાથી 10 જેટલા લોકોનાં મોત થયા છે.

મેઢાસણ સીએચસી સેન્ટરમાં 20 બેડની સુવિધા સાથે શરૂ કરાયેલા કોવિડ સબ સેન્ટરમાં હાલમાં 10 દર્દીઓ સારવાર હેઠળ છે અને 4 દર્દીઓ ઓક્સિજન હેઠળ સારવાર છે. મુઢાસણા આજુબાજુના લોકોનો રેપિડ ટેસ્ટ માટે મેઢાસણ સીએચસીમાં ધસારો વધી ગયો છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી સેન્ટરમાં રેપિડ કીટનો જથ્થો ન ફાળવાતાં દર્દીઓ ની રઝળપાટ વધી ગઈ છે. આરોગ્ય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે સેન્ટરમાં માત્ર 25 રેપિડ કીટ ફાળવાઇ છે. પરિણામે દર્દીઓમાં રેપિડ ટેસ્ટ કરાવવા માટેની ફરિયાદ ઉઠી હતી.

આ અંગે સરડોઇ ગામ ના અગ્રણી કમલેન્દ્રસિંહે જણાવ્યું કે સેન્ટરમાં યોગ્ય મેડિકલ સુવિધાના અભાવે કોરોનાના દર્દીઓને મોડાસા સાર્વજનિક અથવા વાત્રક હોસ્પિટલ અથવા હિંમતનગરની સિવિલમાં લઈ જવાની ફરજ પડે છે. તેથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેઢાસણ સેન્ટરમાં જરૂરી મેડિકલ સાધનો અને તબીબી સેવા ઉપલબ્ધ કરવા માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...