ખેડૂતોને પડતા પર પાટુ:વરસાદ ખેંચાતાં અરવલ્લીમાં મગફળીનો પાક મૂરઝાયો

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોડાસા તાલુકાના સાકરીયા પંથકના ખેડૂતોનો મગફળીનો પાક નષ્ટ થવાની શરૂઆત થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. - Divya Bhaskar
મોડાસા તાલુકાના સાકરીયા પંથકના ખેડૂતોનો મગફળીનો પાક નષ્ટ થવાની શરૂઆત થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે.
  • જિલ્લામાં 55 હજાર હેક્ટર કરતાં વધુમાં મગફળીની વાવણી થઇ

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 15 દિવસ ઉપરાંતથી વરસાદે હાથતાળી આપતાં ખેડૂતોના ચોમાસુ પાકો ઉપર પાણી વગર સંકટ મંડાયું છે. ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ 55 હજાર હેક્ટર કરતાં વધુમાં મગફળીના પાકની વાવણી કરી છે.

જિલ્લામાં ચોમાસુ સિઝન દરમિયાન 1.80 લાખ હેક્ટર જેટલી જમીનમાં ચોમાસુ પાકોની વાવણી થઈ છે. જેમાં મુખ્યત્વે કપાસ મગફળી સોયાબીન મકાઈ અડધી અને કઠોળના પાકની વાવણી થઇ હોવાનું નોંધાયું છે. જિલ્લામાં ચોમાસું સારું જવાની આશાથી ખેડૂતોએ બજારમાંથી મોંઘા ખાતર બિયારણ લાવી ને ચોમાસુ સિઝનમાં સૌથી મોંઘી ગણાતી મગફળીની ખેતી ની વાવણી કરી છે જો કે જિલ્લામાં 55 હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં મગફળીના પાકની વાવણી થઇ હોવાનું નોંધાયું છે.

મોડાસા તાલુકાના સાકરીયા પંથકના ખેડૂત મનહરભાઈ ખાંટ અને કેશાભાઈ તરારે જણાવ્યું કે ખેડૂતો મગફળીના પાકની વાવણી પાછળ ખાતર બિયારણ અને ખેડા મને નિંદામણ સહિત રૂપિયા ૬ થી ૭ હજાર જેટલો ખર્ચ કર્યો છે. પરંતુ વરસાદ ખેંચાવાના કારણે મગફળીનો પાક પાણી વગર મૂંઝાઈને નષ્ટ થવાની શરૂઆત થતાં ખેડૂતો ની હાલત પડતા ઉપર પાટુ જેવી થઇ છે. વરસાદના અભાવે ડોળ નામની જીવાત ચોમાસુ પાકોને નષ્ટ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...