તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ભારત કિસાન યુનિયને ચક્કાજામની ચીમકી આપતાં રાજસ્થાન બોર્ડરે પેટ્રોલિંગ વધારાયું

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કૃષિ કાયદાના વિરોધમાં આજે ત્રણ કલાકની ચીમકી ઉચ્ચારાઇ છે

દિલ્હીમાં કિસાનો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે ભારત કિસાન યુનિયન દ્વારા આજે ચક્કાજામની ચીમકી આપતાં જિલ્લા પોલીસ એલર્ટ થઈને રાજસ્થાન બોર્ડર પર પોલીસ બંદોબસ્ત સઘન બનાવ્યો છે અને જિલ્લામાં નાગરિકોને અડચણ ઉભી ન થાય તે માટે ડીએસપી સંજય ખરાતે ચક્કાજામ અને આંદોલનમાં ભાગ ન લેવા માટે લોકોને અપીલ કરી છે.

કેન્દ્ર સરકારના કૃષિ વિરોધી 3 કાયદા રદ કરવા દિલ્હી અને હરિયાણા બોર્ડર ઉપર છેલ્લા કેટલાય સમયથી ખેડૂત સંગઠનોએ આંદોલન દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેના ભાગરૂપે ભારત કિસાન યુનિયન દ્વારા આજે ત્રણ કલાક માટે ચક્કાજામની આંદોલન દ્વારા ચીમકી ઉચ્ચારી છે.

જેના ભાગરૂપે જિલ્લા પોલીસે રાજસ્થાન બોર્ડર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઉભો કર્યો છે તદુપરાંત આંદોલનકારીઓ જાહેર રસ્તા ઉપર ચક્કાજામ કરે નહીં અને સામાન્ય નાગરિકને અડચણ ઉભી ન થાય તે માટે જિલ્લા પોલીસ વડાએ મુખ્ય રસ્તા ઉપરના પોઈન્ટ ઉપર તેમજ તાલુકા મથકોએ પોલીસ પોઈન્ટ ઉભા કર્યા છે. જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારી સિનિયર અધિકારી તેમજ કર્મચારીઓને જે તે પોઈન્ટો ઉપર વહેલી સવાર થી ફરજ પર નિયુક્ત કર્યા હોવાનો આદેશ કરાયો હોવાનું જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો