તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મોડાસા શહેરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે આંશિક છૂટછાટ

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 મે સુધી કરિયાણુ, દૂધ, શાકભાજી અને લોટ દળવાની ઘંટી, બેકરી તેમજ ફ્રુટની દુકાનોને બપોરના 12 વાગ્યા સુધી છૂટછાટ અપાઈ

મોડાસા શહેરમાં રાજ્ય સરકારના આદેશ મુજબ તારીખ 12 મે સુધી લોકડાઉન અને કર્ફ્યુ યથાવત્ છે. જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો અને વેપારીઓ તેમજ પોલીસ વડા અને અગ્રણીઓની ખાસ બેઠક મળી હતી. જેમાં તારીખ ૧૦થી ૧૨ મે દરમિયાન જરૂરી નિર્ણયો લેવાયા હતા.મોડાસા શહેરમાં તારીખ 12મે સુધી રાજ્ય સરકારના આદેશ મુજબ લોકડાઉન યથાવત રાખવામાં આવ્યું છે.

પરંતુ શહેરીજનોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે 3 દિવસ માટે એટલે કે તારીખ 10થી 12 મે દરમિયાન કરિયાણુ, દૂધ, શાકભાજી અને લોટ દળવાની ઘંટી, બૅકરી તેમજ ફ્રુટ સહિતની દુકાનોને સવારથી 12 કલાક સુધી છૂટછાટ આપવામાં આવી છે. તદુપરાંત મોડાસા નગરપાલિકા શહેરી વિસ્તારમાં આવતી સબલપુર,સાયરા અને ખલીપુર ગ્રામ પંચાયતમાં વિસ્તારમાં પણ ઉપરોક્ત નિયમનો ચૂસ્તપણે અમલ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...