તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણીતાને ત્રાસ:મોડાસાના કોકાપુરની પરિણીતા પાસે રૂ. પાંચ લાખ દહેજ માગી તગેડી મૂકી

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોડાસાના કોકાપુરમાં 25 વર્ષીય પરિણીતાને પતિ અને સાસરિયાઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ ગુજારીને તેની પાસે રૂ. પાંચ લાખ દહેજ પેટે માગણી કરી મારઝૂડ કરી પહેરેલા કપડે ઘરેથી કાઢી મૂકતા અંતે સાસરિયાઓનો ત્રાસ સહન ન થતાં પરિણીતાએ મોડાસાના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી.

મોડાસાની તિરુપતિ ગોકુલધામ સોસાયટીમાં રહેતા નમ્રતાબેનના લગ્ન સમાજ ની રીત રિવાજ મુજબ બે વર્ષ અગાઉ મોડાસાના કોકાપુરના કિશન કુમાર ઉર્ફે વિરાટ મોહનભાઈ વાળંદ સાથે થયા હતા. પતિ પરિણીતાને કહેતો હતો કે તું દહેજ માં કઈ લાવી નથી મારી ધંધો કરવો છે તારા બાપના ઘરેથી રૂ. 500000 લઇ આવ નહીં આપે તો બધા ભેગા મળી તને જાનથી મારી નાખીશું મહિલાને મારઝૂડ કરીને દાગીના અને કપડા તેમજ લગ્ન પ્રસંગે મળેલ ભેટ-સોગાદોની અને રૂ. 10,000 લઈને પહેરેલે કપડે ઘરેથી કાઢી મૂકતા તેમજ પતિ પરિણીતાને મૂકીને વિદેશ ચાલ્યો જતાં નમ્રતાબેને મહિલા પોલીસમાં પતિ કિશનકુમાર ઉર્ફે વિરાટ મોહનભાઈ વાળંદ, મહેશભાઈ ભીખાભાઈ વાળંદ તેમજ ધર્મિષ્ઠાબેન મહેશભાઈ વાળંદ અને ધનાગી મહેશભાઈ વાળંદ રહે. કોકાપુર તા. મોડાસા વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...