આક્રોશ:મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી સફાઈ કામદારોને છૂટા કરાતાં રોષ

મોડાસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી એજન્સી દ્વારા સફાઈ કામદારોને પીએચસી અથવા સીએચસીમાં નોકરી મૂકવાની લાલચ આપી કોન્ટ્રાક્ટ પર રાખ્યા હતા

મહામારીમાં મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સફાઈ કામદારોએ રાખવામાં આવ્યા હતા. પરંતુ ત્રણ મહિના બાદ સફાઈ કામદારોને એકાએક છૂટા કરાતાં સફાઈ કામદારોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ અંગે આવેદન આપી ઘટતી કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

તમને પીએચસી અથવા સીએચસીમાં મૂકાસેની લાલચ આપીને નોકરી પર રાખવામાં આવ્યા હતા

આ અંગે વાલ્મિકી સમાજના અગ્રણી લાલજી ભગત અને સફાઇ કામદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ઘટતું કરવા જણાવ્યું કે મહામારીમાં ખાનગી એજન્સી દ્વારા મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામદારો રાખ્યા હતા. સફાઈ કામદારોએ વાયરસ સામે ત્રણ મહિના સુધી સફાઈ સૈનિક બની મહામારીમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વિના કોરોના દર્દીઓની સેવામાં સતત આઠ કલાક અડીખમ ઊભા રહી સેવા કરતા હતા. કામદારોને ત્રણ મહિનાનો ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે મૌખિક કહેવામાં આવ્યું હતું કે તમને પીએચસી અથવા સીએચસીમાં મૂકાસેની લાલચ આપીને નોકરી પર રાખવામાં આવ્યા હતા.પરંતુ અચાનક સફાઈ કામદારોને 6 જુલાઇથી છૂટા કરાતાં સફાઈ કામદારોના નારાજગી વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...