તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:ધોરી ડુંગળીને બચાવવા આંદોલનના 4 દિવસ છતાં નિરાકરણ ન આવતાં રોષ

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઉપપ્રમુખે ગામજનો સાથે બેઠક કરી

મોડાસા તાલુકાના ધોળીયાના ગ્રામજનોએ ધોડી ડુંગળી બચાવવા માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આંદોલનને ચાર દિવસ વિતવા છતાં નિરાકરણ ન આવતાં ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. રવિવારે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગામની મુલાકાત લઈ ગામજનો સાથે બેઠક કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને ઘટતું કરવા ગ્રામજનોને જણાવ્યું હતું.

મોડાસા તાલુકાનું ધોળીયા ગામનું નામ જે ડુંગર પરથી પડ્યું હતું એવા ધોળીયા ડુંગરનું ખનન અટકાવવા ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આંદોલન અનુસંધાને પૂર્વ ધારાસભ્ય ભાજપ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઉપપ્રમુખ ધવલસિંહ ઝાલાએ ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોની રજુઆત સાંભળી હતી. ગ્રામજનોએ જણાવેલા ઇતિહાસ પ્રમાણે ઝાલા બાવજીએ આ ડુંગરના અંદર ગાયોને છુપાવીને બચાવી હતી અહીં સફેદ પથ્થરનો ડુંગર છે. ડુંગર સફેદ છે એટલે ગામનું નામ એના પરથી ધોળીયા પડ્યું છે.

આ ડુંગર અહીંના ગ્રામજનોનો આસ્થાનું કેન્દ્ર છે સાથે સાથે વર્ષ ૧૯૮૩ સુધી આ ડુંગર કે રેકર્ડમાં ગૌચર તરીકે આપેલ હતો ત્યારબાદ આ જમીન સરકારી પડતર બતાવીને આ ડુંગર ખનન તરીકે આપી તેમાંથી મળતો સફેદ પથ્થર મેળવી રહ્યા છે. તેમજ આ ડુંગરના હટાવવાથી બાજુમાં નજીક આવેલ મેશ્વો નદીનું પાણી ગામમાં ઘૂસવાનો પણ ભય રહેલ હોવાથી ગ્રામજનો ન્યાય માટે માગણી કરી રહ્યા છે આની નિરાકરણ ન આવે ત્યાં સુધી ખનન અટકાવવાની માગણી કરી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય એ ગામજનોની માગણીને ધ્યાનમાં રાખીને સરકારી અધિકારીઓ સાથે પરામર્શ કરીને તેમ જ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા ગામજનોને હૈયાધારણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...