તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:મેઘરજના છીટાદરા ગામે મંજૂર કરાયેલ RCC રોડ ન બનાવતાં ગ્રામજનોમાં રોષ

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક ગ્રામજનો દ્વારા દબાણ કરી રસ્તો ન બનાવવા દેતાની રજૂઆત પણ કરાઇ

મેઘરજના છીટાદરામાં સરકારે ગ્રામજનો માટે જોગવાઈ હેઠળ માટે રસ્તો મંજૂર કરી ગ્રાન્ટ ફાળવી હોવા છતાં રસ્તાનું કામ ટલ્લે ચડતાં ગ્રામજનોએ તંત્રમાં રજૂઆત કરી છે. છીટાદરામાં ગામના કેટલાક લોકોએ ગામતળ જમીનમાં દબાણ કરેલ હોવા છતાં આવા શખ્સો છીટાદરામાં મંજૂર થયેલ સીસી રોડ ન બનાવવા દેતાં ગામના અનિલભાઈ દોલાભાઈ ડામોર તેમજ ગ્રામજનોએ દબાણ દૂર કરી તાકીદે છીટાદરા પંચાયત દ્વારા ૧૪ મા નાણાપંચમાં ડીપ ગરનાળાથી આંગણવાડી-2 તરફ આર.સી.સી.રોડ મંજૂર કરાયેલ રસ્તાનું કામ તાકીદે ચાલુ કરવા તલાટી કમમંત્રી, ટીડીઓ, મામલતદાર, ડીડીઓ અને કલેક્ટર સુધી રજૂઆતો કરી છે.

છતાં આજદિન સુધી મંજૂર આર.સી.સી રોડનું કામ શરૂ ન કરાતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગામતળમાં કેટલાક શખ્સોએ દબાણ કરતાં ગામજનો બાળકો વૃદ્ધો અને સગર્ભાઓને બીમારીમાં તેમજ ચોમાસમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી દબાણ દૂર કરી રસ્તાનું કામ શરૂ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

અરજી મામલતદારને મોકલી છે: ટીડીઓ
આ અંગે ટીડીઓએ જણાવ્યું કે છીટાદરાના ગ્રામજનોની અરજી મળી છે જેમાં દબાણ દૂર કરી રસ્તો ચાલુ કરવાની રજૂઆત કરી છે. મામલતદાર રેવન્યૂ વિભાગમાં આવતી હોવાથી અમોએ રજૂઆત સાથે અરજી મામલતદારને મોકલી આપી છે.

દબાણ હશે તો દૂર કરાશે: મામલતદાર
મેઘરજ મામલતદાર એસ.એ.ચૌહાણે જણાવ્યુ કે ગ્રામજનોની રસ્તાના કામ અંગેની રજૂઆત મળી છે. જે સંદર્ભે ગામમાં થયેલ દબાણનો સર્વે કરવા માટે ડી.એલ.આર વિભાગ મોડાસાને ત્રણ વાર લેખિતમાં રજૂઆત કરી છે છતાં ડી.એલ.આર વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો નથી. ડી.એલ.આર વિભાગ સર્વે કરી દબાણ નક્કી કરે જો દબાણ થયેલ હશે તો દબાણ દૂર કરવાની કાર્યવાહી ડી.એલ.આર રિપોર્ટ પછી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...