રજૂઆત:મોડાસા શહેરમાં 15 અને 4 ગામોના આયોજકોએ ગરબા માટે મંજૂરી માંગી

મોડાસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારની ગાઈડલાઈન અનુસાર નવરાત્રી મહોત્સવ યોજવા માટે શેરી ગરબા તેમજ ગામડાઓમાં સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ચોક્કસ નિયમ સાથે છૂટછાટ આપવામાં આવી છે. જોકે મોડાસા પ્રાંત અધિકારીની કક્ષાએ નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે એક પણ અરજી ન મળી હોવાનું પ્રાંત અધિકારી મયંક પટેલે જણાવ્યું હતું. જો કે, મોડાસા શહેરમાં પાર્ટી પ્લોટોમાં અને સોસાયટી વિસ્તારોમાં તેમજ ગામડાઓમાં અગાઉ 160 કરતાં વધુ વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવનું આયોજકો દ્વારા આયોજન કરવામાં આવતું હતું.

તેની જગ્યાએ વર્ષ 2021માં કોરોનાની મહામારીના કારણે મોડાસા મામલતદાર ગઢવીને મોડાસા શહેરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી માટે આયોજકો દ્વારા માત્ર 15 અરજીઓ મળી હતી. તદુપરાંત મોડાસા તાલુકાના ગામડાઓમાં નવરાત્રી યોજવા માત્ર ચાર અરજીઓ મળી હોવાનું મામલતદાર ગઢવીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...