તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:મોડાસામાં દોઢ કલાકમાં દોઢ ઇંચ વરસાદ

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાયડમાં મોડી સાંજે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. - Divya Bhaskar
બાયડમાં મોડી સાંજે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
  • શામળાજી અને બાયડમાં ઝાપટાં, મોડાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

મોડાસા શહેરમાં અને શામળાજીમાં રવિવાર સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતા મૂશળધાર વરસાદ તૂટી પડતાં મોડાસા શહેરમાં દોઢ કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે બાયડમાં ઝાપટાં પડ્યા હતા.

મોડાસા શહેરમાં દોઢ કલાકમાં દોઢ ઇંચ વરસાદથી બાયપાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.
મોડાસા શહેરમાં દોઢ કલાકમાં દોઢ ઇંચ વરસાદથી બાયપાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.
શામળાજી પંથકમાં એક સપ્તાહ બાદ ફરી ગાજવીજ અને પવન સાથે વરસાદ પડતાં શોપિંગ સેન્ટરની દુકાન આગળ પાણી ભરાયા હતા.
શામળાજી પંથકમાં એક સપ્તાહ બાદ ફરી ગાજવીજ અને પવન સાથે વરસાદ પડતાં શોપિંગ સેન્ટરની દુકાન આગળ પાણી ભરાયા હતા.

મોડાસા અને શામળાજીમાં સાંજે વાતાવરણમાં પલટો આવતા મોડાસામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. શામળાજી પંથકમાં ભારે વરસાદના કારણે હાઈવે ઉપર વાહનો ઉભા થઇ ગયા હતા. મોડાસા શહેરના કોલેજ રોડ ઉપર અને જૂની આરટીઓ કચેરી રોડ વિસ્તારની સોસાયટીઓના તેમજ મેઘરજ રોડ અને મોડાસા બસ સ્ટેશન, પાલિકા રોડ અને શામળાજી રોડ ઉપર ના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...