તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિર સે સ્કૂલ ચલે હમ:પ્રથમ દિવસે અરવલ્લી જિલ્લાની 1236 પ્રા. શાળાઓમાં ધો. 6-8 ના 28611 છાત્રો હાજર

મોડાસા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
સાકરીયાની શાળામાં છાત્રોને ડિસ્ટન્સ સાથે બેસાડાયા હતા. - Divya Bhaskar
સાકરીયાની શાળામાં છાત્રોને ડિસ્ટન્સ સાથે બેસાડાયા હતા.
 • જિલ્લાની શાળાઓમાં બાળકોને ફૂલ અને ચોકલેટ આપી સ્વાગત કરાયું
 • થર્મલ ગન દ્વારા ચેક કર્યા બાદ પ્રવેશ અપાયો: અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી

અરવલ્લી જિલ્લાની 1236 પ્રાથમિક શાળાઓ 10 મહિના બાદ વિદ્યાર્થીઓથી ધબકતી થઈ છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતાં 28611 બાળકો પ્રથમ દિવસે હાજર રહ્યા હતા. જિલ્લાની શાળાઓમાં બાળકોને થર્મલ ગનથી ચેક કરાયા હોવાનું અને તેમને ફૂલ અને ચોકલેટ આપી સ્વાગત કરીને શાળામાં પ્રવેશ આપ્યો હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.

જિલ્લામાં 1236 પ્રાથમિક શાળાઓમાં 39924 બાળકો અભ્યાસ લે છે. મહામારી ના કારણે છેલ્લા 10 મહિના ઉપરાંતના સમયથી શિક્ષણ કાર્ય ઠપ થઇ ગયું હતું. ગાઈડલાઈન અનુસાર ગુરૂવારથી મુજબ શાળાઓ શરૂ કરાતાં પ્રથમ દિવસે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6-8 ના 28611 બાળકો હાજર રહ્યા હતા. બાળકોને શાળા સ્ટાફ દ્વારા ફૂલ અને ચોકલેટ અપાઇ હતી. સ્કૂલોમાં થર્મલ ગનથી બાળકોને ચેક કરાયા હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું. શાળાઓમાં સેનેટાઈઝર દ્વારા છંટકાવ કરીને બાળકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ જે બાળકો શાળામાં માસ્ક વગર આવ્યા હતા તેમને માસ્ક અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો