કમોસમી વરસાદની આગાહી:7 અને 8 માર્ચે માવઠાની આગાહીથી અરવલ્લીના ખેડૂતોને સાવચેત કરાયા

મોડાસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવેલા પાકની કાપણી ન કરવા અને તાડપત્રી ઢાંકવા અપીલ કરાઈ

અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની દ્વારા આગામી બે દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 7 અને 8 માર્ચ દરમિયાન અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. જે ધ્યાને લઇ હવામાન વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવા અનુરોધ કરાયો છે.

અરવલ્લી જિલ્લામાં હાલમાં ઘઉ, ચણા, તમાકુ તેમજ દિવેલાનો પાક તૈયાર થયેલ હોય તો હાલ પુરતુ કાપણી ટાળવા અને જો પાકની કાપણી થઇ ગઇ હોય તો તાડપત્રી ઢાંકીને રાખવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલ ખેત પેદાશને સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા અથવા તાડપત્રીથી ઢાંકીને રાખવી અને તાડપત્રી હાથવગે રાખી પોતાની ખેત પેદાસને વેચાણ અર્થે એપીએમસીમાં લઇ જતી વખતે ખેત જણસીઓ તાડપત્રી ઢાંકીને લઇ લઈ જવા જણાવ્યું છે.

વેચાણ શક્ય હોય તો ટાળવું અને માર્કેટયાર્ડમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા માટે વેપારીઓને જણાવામાં આવ્યું છે. સંબંધિત વિભાગ દ્વારા જણાવામાં આવ્યું કે જે ખેડૂતો બાગાયતી ખેતી કરે છે તેમને પણ પોતાનો પાક ઉપર કાળજી લેવી બાગાયતી અને શાકભાજીના વગેરે પાક તૈયાર હોય તો તુરંત ઉતારી લેવાનું જણાવામાં આવ્યું છે. આગામી 7 અને 8 માર્ચના માવઠાની આગાહીને પગલે અરવલ્લીના ખેડૂતે સાવચેત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...