તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:અરવલ્લીમાં કૂપોષણ દૂર કરવા કલેક્ટર સહિત જિલ્લાના અધિકારીઓના શપથ

મોડાસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી માસને પોષણ માસ તરીકે ઉજવવાના સંદર્ભે બેઠક યોજાઇ

અરવલ્લી જિલ્લામાં આગામી માસને પોષણ માસ તરીકે ઉજવવાના સંદર્ભે કલેક્ટર કચેરીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં તથા ડીડીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લામાંથી કૂપોષણ દૂર કરવા અભિયાન હાથ ધરવાની સાથે અધિકારી અને કર્મચારીઓએ શપથ લીધા હતા.

અભિયાનમાં જિલ્લામાં અઠવાડિયાની થીમ મુજબ પોષણ વાટીકા નું નિર્માણ, સગર્ભા બહેનો અને યુવતીઓ માટે યોગ અને શાળાઓમાં ન્યુટ્રી ગાર્ડનનું નિર્માણ, અતિ કૂપોષિત બાળકોને યોગ્ય પોષણ જેવા વિષય પર રચનાત્મક કામગીરી માટેનું આયોજન કરાયું હતું. સાથે સાથે સગર્ભા બહેનો ધાત્રી માતાઓ સ્થાનિક પોષણક્ષમ આહાર અંગેની જાગૃતિ આપવાનું આયોજન કરાયું હતું.

બેઠકમાં કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાએ કુપોષણ વિરુદ્ધ સતત કામગીરી કરવાનું સૂચન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું. જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવટીયાએ એનિમિયાને અટકાવવા અને નાબૂદ કરવા માટે સાચું સ્ક્રિનીંગ અને પગલાં લેવા માટે સૂચનો કર્યા હતા. બેઠકમાં આઇ. સી. ડી. એસ.અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, ખેતીવાડી અધિકારી, રમત ગમત અને યુવા અધિકારી, બાળ સુરક્ષા અધિકારી સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...