તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બાજકોટ નજીક પોલીસને ચકમો આપી કુખ્યાત ગુનેગાર નયનેશ ઉર્ફે ચાઇના ફરાર

મોડાસા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે પીછો કરતાં બાઇક અને વિદેશી દારૂ મૂકીને ભાગ્યો, એક પકડાયો

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના છ પોલીસ જવાનો બાયપાસ પર દેવરાજ મંદિર ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સાયરા તરફથી નંબર વિનાના બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને બે યુવાનો પસાર થવાના હોવાની માહિતીના આધારે પોલીસે બપોરના બે વાગ્યાના સમયે બાયપાસ પર વોચ ગોઠવી ઉભી હતી. દરમિયાન સામેથી આવી રહેલા નૈનેશ ઉર્ફે પપ્પુ ચાઇના પોલીસને જોઇને બાઇક બાજકોટ ગામ તરફ હંકારી મૂકતાં પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કર્યો હતો પરંતુ ભાગી છૂટવાનો માહિતગાર ચાઇના બાજકોટ દૂધની ડેરી પાસે વિદેશી દારૂનો જથ્થો અને બાઇક મૂકીને ઉભા ખેતરોમાં ભાગી છૂટ્યો હતો.

પોલીસથી હાથવેંત દૂર રહેલો ચાઇના ભાગી છૂટવામાં સફળ રહેતા ટાઉન પોલીસ આજુબાજુનો વિસ્તાર ખૂંદી નાખ્યો હતો. પોલીસે નંબર વગર વિનાના બાઇક પરથી સવાર મિનેષકુમાર લક્ષ્મણભાઈ ગામેતીને ઝડપી જેલ હવાલે કર્યો હતો. પોલીસે રૂ. 12 હજારનો દારૂ, બાઇક કિં. સહિતકુલ 82હજારનો મુદ્દામાલ કબજે લઇને નયનેશ ઉર્ફે પપ્પુ ચાઇના ચીમનભાઈ મોડીયા બંને રહે તખતપુરા તા.મોડાસા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ચાઇના સામે ભૂતકાળમાં અસંખ્ય ચેન સ્નેચિંગના ગુના
તખતપુરાનો કુખ્યાત ગુનાહિત ઇતિહાસ ધરાવતો નયનેશ ઉર્ફે ચાઇના સામે અરવલ્લી તેમજ સાબરકાંઠા અને રાજસ્થાનમાં ચેન સ્નેચિંગના અસંખ્ય ગુના નોંધાયેલા છે અસંખ્યવાર રાજ્યમાં અને રાજસ્થાનમાં જેલની હવા ખાઇ આવેલો ચાઇના લાંબા સમયગાળા બાદ વિદેશી દારૂના જથ્થા સાથે મોડાસા પાસેના બાજકોટમાં દેખાતા પોલીસની ઊંઘ હરામ થઇ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો