કાર્યવાહી:મોડાસા પાલિકાની બીયુ પરમિશન મુદ્દે હોસ્પિટલ સહિત 200 એકમોને નોટિસ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિન 15 માં આધાર પૂરાવા રજૂ નહીં કરાય તો એકમો સામે કાર્યવાહી

મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ખાનગી તેમજ સંસ્થાકીય મિલકત ધરાવતા 200 જેટલા માલિકોને બીયુ પરમિશન મામલે નોટિસ ફટકારતાં લોકોમાં ફફડાટ મચી ગયો છે. નગરપાલિકા સત્તાવાળાઓએ હોસ્પિટલ સહિત એકમોને નોટિસ ફટકારતા તેમાં જણાવ્યું છે કે દિન 15 માં જરૂરી આધાર પૂરાવા રજૂ નહીં કરાય તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.

મોડાસા શહેરી વિસ્તારમાં આવેલી ખાનગી બિલ્ડિંગો તેમજ હોસ્પિટલો અને જુદા જુદા એકમોને પોતાના બાંધકામ અંગેના તેમજ બિલ્ડિંગ પરમિશનના જુદાજુદા આધાર પૂરાવા રજૂ કરવા તાકીદ કરી છે.પાલિકાએ માલિકોને તાકીદ કરી હતી કે બીયુ પરમિશનના આધાર પૂરાવા સહિતના દસ્તાવેજો દિન 15 માં પાલિકામાં રજૂ કરવા નોટિસ દ્વારા જાણ કરી છે. મિલકત ધરાવતા હોસ્પિટલો અને એકમોના માલિકો સમય મર્યાદામાં આધાર પૂરાવા રજૂ નહીં કરે તો તેમની સામે કાયદાકીય પગલાં ભરવા માટે પણ તૈયારી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...