કાર્યવાહી:ગેરકાયદે ખનન કરતાં નવ વાહનો પકડી 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લા ખાણ અને ખનીજ વિભાગનો સપાટો
  • ખાણ-ખનીજ વિભાગની બે દિવસમાં મોડાસાના કડોલ-જીતપુર હાઇવે પર, લીંભોઇ કંપામાં, રાજેન્દ્ર નગર ચાર રસ્તે અને લીંભોઇ ખેતરમાં રેડ

અરવલ્લી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં મોડાસાના કડોલ-જીતપુર હાઇવે પર, લીંભોઇ કંપામાં, રાજેન્દ્ર નગર ચોકડી અને લીંભોઇ ખેતરમાં રેડ કરી ગેરકાયદે ખનીજ ખોદકામ ખનન- વહન કરતાં 1 હિટાચી, 1 જેસીબી અને 7 ડમ્પરોને ઝડપી ગેરકાયદે ખનીજ ખનન કરતાં વાહનોના માલિક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી અંદાજે 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની ટીમ દ્વારા મોડાસાના કડોલ-જીતપુર હાઇવે પાસે ગેરકાયદે ખનીજ ખોદકામ કરતાં 1 જેસીબી જપ્ત કરી દંડકીય રકમ વસૂલાત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ લીંભોઈ કંપાની ખાનગી માલિકીની જમીનમાંથી ગ્રેનાઈટ રબલ ખનીજ ખોદી અન્ય જગ્યાએ પૂરાણ કરતાં હોવાની ફરિયાદ આધારે ભૂસ્તર વિભાગની ટીમે લીંભોઈ કંપામાં જઇ 1 હીટાચી સ્થળ પરથી જપ્ત કર્યુ હતું. અને 2 ડમ્પર રાજેન્દ્ર નગર ચોકડી પાસેથી ગેરકાયદે ખનીજ વહન અંગે જપ્ત કર્યુ હતું. જ્યારે 05 ડમ્પર લીંભોઈના ખેતરમાંથી વગર પરવાનગીએ સાદી માટી ખનીજ વહન કરતાં સ્થળ પરથી જ જપ્ત કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...