સમસ્યા:બાયડના ગાબટ, ગોતાપુર, પ્રાંતવેલ પંથકમાં નીલગાયો અને જંગલી ભૂંડ ખેતરમાં ભેલાણ કરતા હોવાની બૂમ

મોડાસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિયાળુ પાકોને બચાવવા કડકડતી ઠંડીમાં ખેડૂતોને વગડામાં ધામા નાખવાની ફરજ પડી
  • વનવિભાગ દ્વારા આ અંગે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી પંથકના ખેડૂતોમાં માગણી ઉઠી

બાયડના ગાબટ, ગોતાપુર, પ્રાંતવેલ પંથકમાં નીલગાય અને જંગલી ભૂંડના ઝૂંડ શિયાળુ પાકમાં ભેલાણ કરતાં ખેડૂતોને કડકડતી ઠંડીમાં વગડામાં ધામા નાખવાની ફરજ પડી છે પાકોને બચાવવા ખેડૂતો ખેતરની ફરતે આડશ ઊભી કરવા છતાં જંગલી ભૂંડ અને નીલગાય ના ટોળા પાકોને રફેદફે કરી ખેડૂતોને નુકસાન પહોંચાડતા હોવાની બૂમ ઉઠી છે.

દિવસ દરમિયાન નીલગાય અને જંગલી ભૂંડના ધાડેધાડા મહિસાગર જિલ્લાની સીમા નજીક મોતીપુરા ભાટપુર સરદારપુરા ચીખલી જોજાના જંગલ વિસ્તારમાં દિવસ દરમિયાન છૂપાઈ રહીને રાત્રે ગાબટ રતનપુરા જીતપુર સીમલીયા ગોતાપુર અને પ્રાંતવેલ વિસ્તારમાં આવેલા ખેડૂતોના ઘઉં મકાઈ જેવા પાકોમાં નુકસાન કરતા પાકોના રક્ષણ માટે તાપણાના સહારે રાત્રે ઉજાગરા કરવાની ફરજ પડી છે. ઉપરોક્ત વિસ્તારના ખેડૂતો નીલગાય અને જંગલી ભૂંડના ત્રાસથી તોબા પોકારી ઉઠ્યા છે. વનવિભાગ દ્વારા ઘટતી કાર્યવાહી કરવા ખેડૂતોની માગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...