તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:નાથદ્વારા-સુરત બસ ચાલક નશામાં હોવાથી મુસાફરોનો ડેપોમાં હોબાળો

મોડાસા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા ડેપોના સત્તાવાળાઓએ ટાઉન પોલીસને બોલાવી

નાથદ્વારા સુરત એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં એસ.ટી.બસને હંકારતો હોવાનો આક્ષેપ કરીને મુસાફરોએ મોડાસા એસટી ડેપોમાં ભારે હંગામો મચાવ્યો હતો. મોડાસા ડેપો સત્તાવાળાઓ દ્વારા ટાઉન પોલીસને જાણ કરાઇ હતી. જોકે મોડી સાંજે અન્ય ડ્રાઈવર દ્વારા મુસાફરોને સુરત તરફ રવાના કરાયા હતા. મુસાફરોએ ડ્રાઈવરે નશો કર્યો હોવાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. નાથદ્વારાથી સુરત જતી બસનો ચાલક સંજયભાઇ રાજસ્થાન તરફથી 35 થી વધુ મુસાફરો લઈને મોડાસા તરફ આવતો હતો.

તે દરમિયાન બુધવારે મોડી સાંજે ડ્રાઈવરે શામળાજી બોર્ડર પાસેથી પસાર થતાં તેણે નશો કર્યો હોવાનું મુસાફરોને માલુમ થતાં મુસાફરોનાં જીવ પડીકે બંધાયા હતા. બસ સહી-સલામત મોડાસા એસટી ડેપોમાં મોડી સાંજે આવી પહોંચી હતી. મુસાફરોએ મોડાસા એસટી ડેપોમાં ડ્રાઇવર પીધેલો હોવાનો આક્ષેપ કરીને ભારે હંગામો કરી મૂક્યો હતો. આ સમગ્ર ઘટનાનો મુસાફરોએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. ઘટનાની જાણ મોડાસા ટાઉન પોલીસને કરાતાં પોલીસ એસટી ડેપોમાં દોડી આવીને સમગ્ર મામલો સંભાળી લઇ ડ્રાઇવર સંજયભાઈની પૂછ પરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...