તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરમાં ભેદી બ્લાસ્ટ:અરવલ્લીના ભિલોડા તાલુકાના ગોઢકુલ્લાના મકાનમાં ભેદી ધડાકો, ઘરના મોભીનું મોત, પત્ની અને 2 દીકરી ઈજાગ્રસ્ત

ભિલોડા22 દિવસ પહેલા
ભેદી બ્લાસ્ટમાં એક યુવક અને એક પશુનું મોત થયું છે
  • ભેદી બ્લાસ્ટ બાદ શામળાજી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
  • બ્લાસ્ટનું કારણ શોધવા પોલીસે FSLની મદદ લીધી

શામળાજી પાસેના ગોઢકુલ્લા ગામમાં આજે ભેદી બ્લાસ્ટ થયો હતો. જેમાં ઘરના મોભીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે તેની પત્ની અને બે બાળકો ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેય ઈજાગ્રસ્તોને શામળાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમની સ્થિતિ વધારે ગંભીર જણાતા અમદાવાદ રીફર કરાયા છે. જ્યારે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. ઇન્ચાર્જ એસપી બી.બી. બસિયા ઘટનાસ્થળ પહોંચ્યા હતા. તેમની સાથે અરવલ્લી એલસીબી,એસઓજીની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.

બ્લાસ્ટનું કારણ અકબંધ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના 32 વર્ષીય રમેશભાઈ લાલજીભાઈ ફણેજાના ઘરે ભેદી બ્લાસ્ટ થતાં તેમનું બ્લાસ્ટમાં મોત નીપજ્યું છે. જ્યારે તેમની પત્ની અને બે બાળકો સહિત પરિવારના કુલ ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે શામળાજી અને ત્યારબાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઘટનામાં એક બકરી અને બે મરઘા સહિત ત્રણ પશુઓના પણ મોત થયા છે.

બ્લાસ્ટની ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી
બ્લાસ્ટની ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી

બ્લાસ્ટ બાદ લોકોના ટોળા દોડી ગયા

બ્લાસ્ટની જાણ શામળાજી પોલીસને થતાં શામળાજી પોલીસ સહિત જિલ્લા એલસીબી એસઓજી તેમજ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બ્લાસ્ટ અંગે તપાસ હાથ ધરી હતી. જ્યારે વધુ તપાસ માટે એફએસએલની ટીમને પણ બોલાવી સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્લાસ્ટનો અવાજ આસપાસના બે કિલોમીટર વિસ્તારમાં સંભળાતા આસપાસમાંથી મોટી સંખ્યામા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે બ્લાસ્ટ ક્યાં કારણસર અને કેવી રીતે થયો તે અંગે લોકોમાં અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે એફએસએલ તપાસ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવી શકશે. જેથી પોલીસે હાલ તો બ્લાસ્ટ અંગેનું કારણ જાણવાની દિશામાં તપાસ તેજ કરી છે.

ઘડાકો થવાનું કારણ હજુ જાણી શકાયું નથી
ઘડાકો થવાનું કારણ હજુ જાણી શકાયું નથી

મરણ જનાર

  • રમેશભાઈ લાલજીભાઈ ફણેજા

ઇજાગ્રસ્ત

  • આયુષીબેન રમેશભાઈ ફણેજા (ઉ. વ. 10)
  • સંતોષબેન રમેશભાઈ ફણેજા (ઉ. વ. દોઢ )
  • સંગીતાબેન રમેશભાઈ ફણેજા

વિસ્ફોટક પદાર્થ અંગે તપાસ હાથ ધરાઇ છે
આ અંગે અરવલ્લી જિલ્લાના ડીવાયએસપી ભરતભાઈ બસિયાએ જણાવ્યું કે વિસ્ફોટક સામગ્રી અંગે સ્પષ્ટતા થાય તે માટે એફએસએલની ટીમને પણ બોલાવાઇ છે. તદઉપરાંત જિલ્લા પોલીસની તમામ ટીમો કામે લાગી છે. ભિલોડાના અંતરિયાળ ગણાતા એવા ઉપરોક્ત ગામમાં વિસ્ફોટક સામગ્રી ક્યાંથી આવી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

બંને બહેનોને અમદાવાદ સિવિલમાં ખસેડાઇ
વિસ્ફોટક પદાર્થથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી આયુષીબેન (8) અને તેની નાની બહેન સંતોષબેન (3) ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે બંને બહેનોને અમદાવાદ સિવિલમાં ખાતે ખસેડી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ધડાકામાં મૃતકની પત્નીને પણ ઇજાઓ પહોંચતા તેને શામળાજી ખાતે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે બહાર ખસેડાઇ હતી.

બ્લાસ્ટનો અવાજ બે કિમી સુધી સંભળાયો
બ્લાસ્ટનો અવાજ આસપાસના બે કિમી વિસ્તારમાં સંભળાતા આસપાસ માંથી મોટીસંખ્યામા ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બ્લાસ્ટ કયા કારણસર અને કેવી રીતે થયો તે અંગે લોકોમાં અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે.