તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મારી વાતો કેમ કરે છે તેમ કહી સાસુ- વહુએ પાડોશી મહિલાને ઝૂડી નાખી

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાની સહારા સોસાયટીની ચકચારી ઘટના
  • મહિલાએ મોડાસા પોલીસમાં સાસુ અને વહુ સામે ફરિયાદ નોંધાવી

મોડાસા શહેરની સહારા સોસાયટીમાં રહેતી મહિલાને મારી વાતો કેમ કરે છે કહી ગડદાપાટુનો માર મારી અપશબ્દો બોલતાં અપશબ્દો બોલવાની ના પાડતાં મહિલાએ અપશબ્દો બોલવાની ના પાડતાં મહિલાને પથ્થર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં સાસુ અને વહુ સામે ફરિયાદ નોંધાવા પામી છે.

મોડાસા શહેરની સહારા સોસાયટીમાં રહેતા યાસ્મીનબેન સિકંદર ભાઈ શેખ પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમની સોસાયટીમાં રહેતી ખુશ્બુબેન સિંકદંર ભટ્ટી આવી હતી અને મારી વાતો કેમ કરે છે કહી અપશબ્દો બોલતી હતી. તે દરમિયાન તેની સાસુ પણ આવી જતા બંને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ધમકી આપવાની ના પાડતાં મહિલાએ ઉશ્કેરાઈ જઇ અને માથાના ભાગે પથ્થર ફટકારતાં યાસ્મીનબેનને માથામાં ઈજા પહોંચી હતી. આ ઘટના અંગે યાસ્મીનબેને વહુ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોડાસા ટાઉન પોલીસે ખુશ્બુબેન સિંકંદરભાઈ ભટ્ટી અને મુમતાજ દાઉદ મકરાણી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાથી ચકચાર મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...