તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકશાન:વાત્રક નહેરમાંથી વધુ પાણી છોડાતાં ઉભરાણમાં ખેતરમાં ઘઉંમાં ફરી વળ્યું

મોડાસા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘઉંમાં નહેરનું પાણી ભરાઇ જતાં ખેડૂતને નુકસાનની ભિતી

વાત્રક નહેરમાંથી રવિ પાકની સિઝન માટે નહેરમાંથી વધુ પાણી છોડાતાં માલપુરના ઉભરાણ અને પટેલીયાના મુવાડાની સીમમાં ઉભરાણના પટેલ પ્રવિણભાઈ ખાતુભાઈનાખેતરમાં ઘઉંમાં ફરી વળતાં ખેડૂતને મોટી નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે વાત્રક ડાબા કાંઠા નહેર છેલ્લા પાંચ વર્ષથી સફાઈ ન કરાતાં નિચાણવાળા વિસ્તારોમાં જમીનમાં નહેરનું પાણી ફરી વળતું હોવાની ખેડૂતોની બૂમો ઉઠી છે.

વાવણી કરેલ ઘઉંમાં દોઢ ફૂટ જેટલું પાણી ભરાતાં ખેડૂતના મોઢામાંથી કોળીયો છીનવાઇ જવા જેવો માહોલ ઉભો થયો છે. ઘઉં પાકવાના સમયે જમીનમાં સતત પાણી ભરાઇ રહેવાના કારણે ખેડૂતોના પાક ઉપર મોટો ખતરો ઉભો થયો છે પવન રહેવાના કારણે ઘઉંના પાકનો આડો સોંથ વળવાની ખેડૂતોમાં દહેશત ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો