તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • More Than 3 Lakh Children In The State Have Left Private Schools And Entered Government Schools: Education Minister Chudasama

લોકાર્પણ:રાજ્યના 3 લાખથી વધુ બાળકોએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો: શિક્ષણમંત્રી ચુડાસમા

મોડાસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના કઉમાં સરકારી તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનું મંત્રીના હસ્તે લોકાર્પણ

મોડાસાના સાકરીયામાં રૂ. 12 કરોડના ખર્ચે તૈયાર થનાર તાલીમ ભવનનું ખાતમુહૂર્ત અને કઉ ખાતે રૂ. 3.42 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનું લોકાર્પણ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે રાજ્યના 3 લાખથી વધુ બાળકો ખાનગી શાળા છોડીને સરકારીમાં પ્રવેશ મેળવ્યો છે.

મોડાસાના સાકરીયામાં નિર્માણ થનાર તાલીમ ભવનનું ખાતમુહૂર્ત કરતાં શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, આપણે સૌ મળીને શિક્ષણ સુધારવાનો સંકલ્પ કરીએ. રાજ્ય સરકારે દેશમાં ના હોય તેવા તેવા શિક્ષણની વ્યવસ્થા કરી છે. આપણું મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ગ્રેડ સ્તર જોઈને વિશ્વની વર્લ્ડ બેંક કોઈ એક રાજ્યને મદદ કરે છે, જેનો લાભ આપણા ગુજરાત રાજ્યને મળ્યો છે. જ્યારે શિક્ષણમાં રાજ્યના દરેક શિક્ષકોનો ક્રમશ મહત્વનો ફાળો રહેલો છે. જે અંતર્ગત રાજ્યને A+ ગ્રેડ મળ્યો છે. જેને આપણે હજુ વધુ એવી સારી મહેનત કરીને તેને 2020-21 માં A++ મેળવીશું. વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યના ત્રણ લાખથી વધુ બાળકો ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આ વખતે ધો. ૧ થી ૮ ની એકમ કસોટી અને ૯ થી ૧૨ ની નિદાન કસોટીનું આયોજન ટૂંક જ સમયમાં કરાશે. પરીક્ષા હોય તો બાળક વાંચે અને મહેનત કરે છે. બાળકને મફતમાં આ ભવનમાં ઘર આંગણે શિક્ષણની વ્યવસ્થા મળી રહેશે.

કઉમાં રૂ. 3.42 કરોડના ખર્ચે તૈયાર થયેલ સરકારી તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનું લોકાપર્ણ કરતાં જણાવ્યું કે, બે દશકા પહેલા સમાજના 75 ટકા બાળકોનું જ શાળામાં નામાકંન થતું હતું. પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા સમાજના છેવાડના અંતરિયાળ વિસ્તારના બાળકોમાં શિક્ષણનો નવો ઉજાસ પથરાયો છે.

કોરોનામાં બાળકોના આરોગ્યની ચિંતા કરી શાળાઓ બંધ કરાઇ હતી. સરકારી શાળાઓમાં મૂલ્યવર્ધિત શિક્ષણ શરૂ કરવાના પરિણામે આજે રાજયના 3 લાખથી વધુ બાળકો ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. મંત્રીએ બાળકોમાં શિક્ષણનું સાતત્ય જળવાઇ રહે તે માટે કક્ષા પ્રમાણે વાંચન-લેખન અને ગણન ક્ષમતા કસોટી લેવાનું પણ નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...