તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Money Laundering Offenses Will Be Registered Against Usurers Who Threaten The Applicant By Charging Interest Beyond The Allowable Interest Rate.

પોલીસની પહેલ:માન્ય વ્યાજ દર કરતાં વધુ વ્યાજ લઇ અરજદારને ધમકાવતાં વ્યાજખોરો સામે મની લોન્ડરિંગના કાયદા હેઠળ ગુનો નોંધાશે

મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોડાસામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
મોડાસામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • વ્યાજખોરીના દૂષણને ડામવા મોડાસામાં પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા મોડાસા શહેર અને તાલુકાના ગામડા તેમજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોનો ભોગ બનેલા અરજદારને રૂબરૂ આધાર પૂરાવા સાથે સાંભળવા મોડાસામાં ડીએસપી સંજય ખરાતના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો. જેમાં વ્યાજખોરોનો ભોગ બનનાર 35 થી 40 જેટલા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. ડીએસપીએ જણાવ્યું કે સરકારના માન્ય વ્યાજ દર કરતાં વધુ વ્યાજ વટાવ લઈને અરજદારને ધમકી આપતા વ્યાજખોરો સામે મની લોન્ડરિંગના કાયદા અને વ્યાજ ધારાધોરણ હેઠળ ગુનો નોંધાશે.

લોકદરબારમાં ડીવાયએસપી એન.વી.પટેલ, મોડાસા ટાઉન પીઆઇ એન.જી. ગોહિલ મોડાસા રૂરલના ઈન્ચાર્જ પીઆઈ મુકેશભાઈ તોમર અને ધનસુરા પીએસઆઇ ચૌહાણની હાજર રહ્યા હતા. પોલીસવડાએ વધુમાં જણાવ્યું કે જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી સમયમાં લોકદરબારનું આયોજન કરાશે અને વ્યાજખોરોની ચુંગાલમાં આવી ગયેલા અરજદારોને સાંભળીને તેમની પાસેથી આધાર પુરાવા લઈને મની લોન્ડરિંગ કાયદા અને વ્યાજ ધારા હેઠળ વ્યાજખોરો સામે પગલા લેવા જિલ્લામાં ડીવાયએસપીની અધ્યક્ષતામાં પોલીસની ટીમ બનાવાશે.

મોડાસામાં હાથલારીનો વેપાર કરતાં યુવાનને પાંચ વ્યાજખોરો ત્રાસ આપતાં હોવાનો આક્ષેપ કરાયો
લોકદરબારમાં ઇબ્રાહિમ બુલા નામના વેપારીએ આક્રોશ ઠાલવતા મીડિયા સમક્ષ જણાવ્યું કે પાંચ વ્યાજખોરો લારી ઉપર આવી ગાળાગાળી કરી માનસિક ત્રાસ આપી લારીમાં ભરેલો માલસામાન નીચે ફેંકી દઇ અને રાત્રે દારૂ પીને તેના ઘરે આવી ધમાલ કરતા હોવાથી તેણે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અને ગાંધીનગરમાં પણ વ્યાજખોરો વિરુદ્ધમાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...