તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મોડાસાની મહિલાને સાસરિયાંએ ત્રાસ આપી મારઝૂડ કરી કાઢી મૂકી

મોડાસા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાયડના સવેલા ગામની ત્રણ મહિલા સહિત 8 સામે ફરિયાદ

મોડાસાના ખલીપુરની મહિલાને બાયડ તાલુકાના સવેલાના સાસરિયાઓ ત્રાસ આપી અને પતિએ મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મુકતાં મહિલાએ મોડાસાના પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે 3 મહિલાઓ સહિત 8 સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.મોડાસાના ખલીપુરમાં રહેતાં જયશ્રીબેન ગોસ્વામીના લગ્ન 2015માં બાયડ તાલુકાના સવેલાના સંદીપગીરી રમેશગીરી ગોસ્વામી સાથે થયા હતા.

લગ્નના છ મહિના ના બાદ સાસરિયાઓ એકસંપ થઈને જયશ્રીબેનને શારીરિક-માનસિક ત્રાસ આપતા તેમજ પતિને ચડામણી કરતા તેના દ્વારા અવારનવાર મારઝુડ કરી ઘરમાંથી કાઢી મુકાતા મહિલા તેના પિયર મોડાસા ખાતે આવી ગઈ હતી. સાસરીયાઓ ત્રણ મહિના અગાઉ મોડાસા ખાતે આવ્યા હતા અને કહેતા હતા કે અમારે તને રાખવાની નથી અને બીજી પત્ની લાવવાની છે એમ કહીને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિલાઓ સહિત 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આમની સામે ફરિયાદ

  • સંદીપગીરી રમેશગીરી ગોસ્વામી
  • રમેશગીરી બાલગીરી ગોસ્વામી
  • વીણાબેન રમેશગીરી ગોસ્વામી
  • સુરેશગીરી બાલગીરી ગોસ્વામી
  • મધુબેન ગોસ્વામી સુરેશગીરીના પત્ની
  • ચિરાગગીરી સુરેશગીરી ગોસ્વામી
  • પ્રવીણગીરી જેઠીગીરી ગોસ્વામી
  • રેવાબેન બાલગીરી ગોસ્વામી

તમામ રહેે.સવેલા તાલુકો બાયડ

અન્ય સમાચારો પણ છે...