તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ભિલોડાના કુખ્યાત બુટલેગર અને મર્ડર કેસના આરોપી સૂકા દુંડ સાથે સંપર્ક ધરાવનાર અને જિલ્લા હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મમતાબેન ડામોરને સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચી ગયો હતો. જિલ્લા પોલીસ વડાએ થોડા સમય અગાઉ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી બુટલેગરો સાથે સંપર્ક ધરાવતા હોવાનું ધ્યાને આવતાં સસ્પેન્ડ કર્યા હતા.
દરમિયાન પોલીસ વડાનો સંપર્ક કરતાં જણાવ્યું કે જિલ્લા હેડ ક્વાર્ટરમાં કંટ્રોલ પોઇન્ટ પર ફરજ બજાવતા કોન્સ્ટેબલ મમતાબેન ડામોર ભિલોડાના ડોડીસરાના બુટલેગર અને તાજેતરમાં ભિલોડા તાલુકામાં યુવાનના હત્યા પ્રકરણમાં સંડોવાયેલો મર્ડર કેસનો આરોપી સૂકા દુડ સાથે સંપર્ક હોવાનું ખુલતાઅંગત માહિતીના આધારે મહિલા કોન્સ્ટેબલને ફરજ મોકૂફીનો આદેશ કર્યો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.