બખેડો:મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો.ઓ. સોસાયટીની ચૂંટણીમાં પોલિંગ એજન્ટ-ટેકેદારોમાં બખેડો

મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોડાસા રોડ ટ્રાન્સપોર્ટની ચૂંટણીમાં બખેડો થતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું - Divya Bhaskar
મોડાસા રોડ ટ્રાન્સપોર્ટની ચૂંટણીમાં બખેડો થતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું
  • સાંજે 5 કલાક સુધી 70.14 ટકા મતદાન થયું, મોડી સાંજે મતગણતરી હાથ ધરાઇ

મોડાસાની મખદૂમ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચૂંટણીમાં બે પેનલોના 22 ઉમેદવારો વચ્ચે ટ્રાન્સપોર્ટના 11 વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં બપોર બાદ પોલિંગ એજન્ટ અને ટેકેદારો વચ્ચે બખેડો થતાં પોલીસ કાફલો ખડકાયો હતો. સાંજે 5 કલાક દરમિયાન 70.14 ટકા મતદાન થયું હોવાનું નોંધાયું હતું. ચૂંટણી અધિકારી યુસુફ અગની સાબલિયા એડવોકેટે જણાવ્યું કે 7554 મતદારો પૈકી 5299 મતદારોએ મતદાન કર્યું હતું. વધુમાં મોડી સાંજે મતગણતરીની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

યોજાયેલ ચૂંટણીમાં પરિવર્તન પેનલ અને વિકાસશીલ પેનલના 22 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા મોડાસા માલપુર મેઘરજ સાઠંબા ટીંટોઈ અને બહાર વસતા 7554 મતદારો પૈકી સાંજે 5 કલાક સુધીમાં 5299 જેટલા મતદારો એ મતદાન કર્યું હતું. જોકે મતદારોનો ધસારો પહોંચી વળવા ચૂંટણી વિભાગ દ્વારા 7 મતદાન કેન્દ્રો ઉભા કરાયા હતા. મતદારોનો ધસારાને પહોંચી વળવા મોડી સાંજ સુધી મતદાન શરૂ રાખવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...