મદદ:મોડાસા નેત્રમ શાખાએ લકઝરીમાં ભૂલેલ પ્રોજેક્ટર મૂળ માલિકને શોધી પરત આપ્યું

મોડાસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉદયપુરથી મોડાસા આવતી લક્ઝરીમાં મુસાફર ભૂલી ગયો હતો

ઉદયપુરથી મોડાસા લક્ઝરીમાં મુસાફરી દરમ્યાન પ્રોજેક્ટર ખોવાઇ જતાં પટેલ જીતેન્દ્રકુમારે મોડાસા નેત્રમ શાખામાં અરજી કરતાં નેત્રમ અરવલ્લીની મદદથી માલિકને પ્રોજેક્ટર પરત અપાવવામાં સફળતા મળી હતી.

ઉદયપુરથી પ્રોજેક્ટર લઈને પટેલ જીતેન્દ્રકુમાર શંકરભાઇ ઉદયપુરથી મોડાસા લક્ઝરીમાં મુસાફરી કરી મોડાસા ટાઉનહોલ પાસે તા. 11 નવેમ્બરે ઉતર્યા હતા. તેઓ પોતાનું પ્રોજેક્ટર લક્ઝરીમાં ભૂલી ગયા હતા. આ બાબતે નેત્રમ શાખામાં અરજી કરતાં ટીમ દ્વારા CCTV ફૂટેજ ચકાસણી દરમિયાન અરજદાર લક્ઝરીમાંથી ઉતરતાં નજરે પડ્યા હતા. પરંતુ તેઓ પાસે પ્રોજેક્ટર ન હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે આ અંગે વધુ તપાસ કરતાં લક્ઝરીના રજિસ્ટ્રેશન નંબરની ઓળખ કરી બસ માલિકનો સંપર્ક કર્યો હતો અને પ્રોજેક્ટર અંગે જરૂરી માહિતી મેળવી લક્ઝરીના માલિકને ટેલીફોનીક જાણ કરતાં તેઓ દ્વારા અરજદારને સલામત રીતે પ્રોજેક્ટર પરત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...