તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોડાસા પાલિકાએ ફાયરસેફ્ટી સુવિધા વિનાના 150 એકમોને નોટિસ ફટકારી

મોડાસા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • હોસ્પિટલો, શોપિંગ સેન્ટરો, કોમ્પ્લેક્ષ, દુકાનો, રેસ્ટોરન્ટ અને શાળાઓને તાત્કાલિક ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા તાકીદ

મોડાસા પાલિકા વિસ્તારમાં હોસ્પિટલો, કોમ્પ્લેક્સ, શોપિંગ સેન્ટરો, દુકાનો રેસ્ટોરન્ટ અને શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે કેમ અને હોય તો તે અંગેના પુરાવા તેમજ ન હોય તો ફાયર સેફટી સાધનો ફરજિયાત વસાવીને તાત્કાલિક સુવિધા ઉભી કરવા 150 કરતાં વધુ લોકોને પાલિકાના સત્તાવાળાઓ દ્વારા નોટિસ ફટકારાઇ છે. તદુઉરાંત ફાયર સેફ્ટીના સાધનોની મેન્ટેનસ કામગીરી અને એનઓસી સહિતની વિગતો રજૂ કરવા તાકીદ કરાઈ છે.

મોડાસા પાલિકા જુદા જુદા ધંધા વ્યવસાય અને શાળા સંચાલકોને પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર ના 2016 ના પરિપત્ર અનુસાર ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ અન્વયે મોડાસામાં કોમ્પ્લેક્સ શોપિંગ સેન્ટર દુકાનો હોસ્પિટલો રેસ્ટોરન્ટ અને શાળાઓમાં ફાયર સેફટી અંગે એનઓસી લીધેલ હોય અને ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હોય તો તેની વિગતવાર માહિતી અને છેલ્લા એક વર્ષમાં કરાવેલા મેન્ટેનન્સ અને રિફિલિંગ ની વિગત પાલિકા ફાયર વિભાગમાં રજૂ કરવા માટે ઉપરોક્ત લોકોને નોટિસ દ્વારા જાણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો