તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોડાસા પાલિકાએ 141 એકમોને ફાયરસેફ્ટી મુદ્દે નોટિસ ફટકારી

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકમો એનઓસી રજૂ નહીં કરે તો મિલકત સીલ કરવા તાકીદ કરાઈ

મોડાસા પાલિકાએ જુદા જુદા વાણિજ્ય એકમો પેટ્રોલપંપ, હોસ્પિટલ સ્કૂલ અને ફાસ્ટફૂડ સહિત 141 એકમોને ફાયરસેફ્ટી મુદ્દે નોટિસ ફટકારી છે. પાલિકાએ એનઓસી રજૂ નહીં કરનાર એકમોની મિલકતો સીલ કરવાની તાકીદ કરતાં એનઓસી વગરના એકમોના માલિકોમાં ફફડાટ ફેલાયો છે.મોડાસા પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આગ હોનારત તેમજ કુદરતી હોનારતને ધ્યાનમાં રાખીને શહેરના જાહેર એકમોમાં એનઓસી ન ધરાવતા એકમોના માલિકો સામે તવાઇ બોલાવી છે.

મોડાસા પાલિકા શહેરી વિસ્તારમાં આવેલા 8 પેટ્રોલપંપ, 72 હોસ્પિટલો, 22 સ્કૂલ અને 39 ફાસ્ટ ફૂડ સહિતના 141 એકમોને ફાયરસેફ્ટી મુદ્દે નોટિસ ફટકારી છે અને તાકીદ કરી છે કે એકમોના સંચાલકો અથવા માલિકો પાસે ફાયરસેફ્ટીની એનઓસી મેળવી હોય તો પાલિકામાં રજૂ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...