આયોજન:મોડાસા ફાયર વિભાગની પરીક્ષા ફરીથી યોજાશે

મોડાસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરી

મોડાસા પાલિકાની ફાયર વિભાગની ખાલી પડેલી જગ્યાઓ માટે બે માસ અગાઉ પરીક્ષા યોજાઇ હતી. પરંતુ આ પરીક્ષામાં વચેટીયાઓ દ્વારા ઉમેદવારો પાસેથી પૈસા ઉઘરાવાયા હોવાના આક્ષેપો થતાં મોડાસા પાલિકાને ફાયર વિભાગની પસંદગી કમિટી દ્વારા બીજા તબક્કાની પરીક્ષા પુનઃ યોજવા પ્રાદેશિક કમિશનરને ઠરાવ મોકલી અપાતાં શહેરમાં અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. પાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસારે જણાવ્યું કે પાલિકાની છબી ખરડાય નહિ અને ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે પુનઃ પરીક્ષા યોજવા માટે પસંદગી સમિતિ દ્વારા પ્રાદેશિક કમિશનરને લેખિતમાં રજૂઆત કરાઇ છે.

મોડાસા પાલિકાને બીજા તબક્કાની ફાયર વિભાગની પરીક્ષાનું પરિણામ બંધ કવરમાં મળ્યાનું પ્રમુખ જલ્પાબેન મેહુલકુમાર ભાવસારે જણાવ્યું હતું. અગાઉ ફાયર વિભાગની ખાલી પડેલી જગ્યાઓ માટે વચેટીયાઓ દ્વારા પૈસાની ઉઘરાણી કરાઈ હોવાના આક્ષેપો થતાં ઉમેદવારોને ન્યાય મળે તે માટે બીજા તબક્કાની પરીક્ષા રદ કરીને આ પરીક્ષા પુનઃ યોજાય તે માટે પ્રાદેશિક કમિશનરમાં રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...