તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:મોડાસા આર્ટસ કોલેજના છાત્રનું ગાંધી સેવા રત્ન એવોર્ડથી સન્માન

મોડાસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક અને કોવિડ-19માં કામગીરી કરતાં સન્માન કરાયું

મોડાસા આર્ટસ કોલેજના છાત્રએ સામાજિક અને કોવિડમાં કરેલ કામ કરતાં ભોપાલમાં ગાંધી સેવા રત્ન એવોર્ડથી સન્માન કરાયું હતું. આર્ટસ કોલેજ મોડાસામાં ચાલતા રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવક તરીકે બી.એ સેમેસ્ટર -5 માં અભ્યાસ કરતા અને સેવાકીય પ્રવૃત્તિઓથી જોડાયેલ આકાશ કલ્યાણસિંહ પ્રજાપતિને મધ્યપ્રદેશ ભોપાલમાં તા.29 ઓગસ્ટના રોજ યોજાયેલ સન્માન કાર્યક્રમમાં ગાંધી સેવા રત્ન એવોર્ડના પ્રેસિડેન્ટ ડો. વિજયજી બજાજ અને વાઈસ પ્રેસિડેન્ટ જ્યોતિજી બજાજના હસ્તે ગાંધી સેવા રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

મોડાસા આર્ટસ કોલેજના પ્રો. મોહન દેશમુખે જણાવ્યું કે દેશમાંથી 40 જેટલા સ્વંયસેવકોને સામાજિક પ્રવૃત્તિઓ અને કોવિડ -19 માં સેવા આપેલ પ્રવૃત્તિઓથી સન્માનિત કરાતા હોય છે. મોડાસા કોલેજના વિદ્યાર્થી આકાશ પ્રજાપતિને ગાંધી સેવા રત્ન એવોર્ડથી સન્માનિત કરાતા સંસ્થાના આચાર્ય ડૉ. દિપક જોશી, પ્રો .મોહન દેશમુખ, ડૉ. દિગ્ગજ શાહ, કોલેજ પરિવાર ગણ, સ્વયંસેવકો મંડળના પ્રમુખ નવીનચંદ્ર આર.મોદી,પ્રભારી મંત્રી મહેન્દ્રભાઈ વી. શાહે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...