કાર્યવાહી:સુનોખ આશ્રમમાંથી ગુમ થયેલ સાધ્વીજી મોડી સાંજે ગડાદરકંપા પાસેથી રહસ્યમય રીતે મળ્યા

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે સાધ્વીજીને સાથે રાખી રિ-કન્સ્ટ્રક્શન કર્યું - Divya Bhaskar
પોલીસે સાધ્વીજીને સાથે રાખી રિ-કન્સ્ટ્રક્શન કર્યું
  • અરવલ્લી પોલીસે 4 કલાક સાધ્વીજીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું
  • હાજતે ગયા ત્યારે અજાણ્યા બે માણસો પીછો કરતાં હોવાનો આભાસ થતાં ત્યાંથી નીકળી ગયા હોવાનું અને નદી તરફ વિસ્તારમાં છુપાઈ ગયાનું પોલીસ સમક્ષ સાધ્વીજીએ જણાવ્યું

ભિલોડાના સુનોખ આશ્રમ શાળામાંથી ગુરુવારે વહેલી સવારે કુદરતી હાજતે ગયેલા સાધ્વીજી ગુમ થતાં જિલ્લા પોલીસની ટીમો સાધ્વીજીની શોધખોળ કરવા સુનોખ અને શામળાજી પંથક ખૂંદી વળી હતી. જોકે મોડી સાંજે સાધ્વીજી ભિલોડાના ગડાદર કંપા પાસેથી હેમખેમ મળતાં પોલીસે રાહતનો દમ લીધો હતો. પોલીસની જુદી જુદી ટીમોએ શુક્રવારે સાધ્વીજીને સાથે રાખીને સતત 4 કલાક કરતાં વધુ સમય તમામ સ્થળ ઉપર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરી પૂછપરછ હાથ ધરી છે. ડીએસપી સંજય ખરાતે જણાવ્યું કે સાધ્વીજી સુનોખ આશ્રમ શાળામાંથી ગડાદરકંપા સુધી કેવી રીતે પહોંચ્યા તે માટે ઝીણવટભરી તપાસ હાથ ધરાઇ છે.

પોલીસ પૂછપરછમાં જ્યારે સાધ્વીજી હાજતે ગયા ત્યારે કોઈ અજાણ્યા બે માણસો તેમનો પીછો કરતાં હોવાનો આભાસ થતાં તેઓ ત્યાંથી નીકળી ગયા હોવાનું અને નદી વિસ્તારમાં છુપાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. હિંમતનગરથી રાજસ્થાન તરફ વિહાર કરી રહેલા સાધ્વીજી મહારાજજી કાર્તિકા મહારાજજી ધનાશ્રી રાવત અને તેમના સાથેના અન્ય સાધ્વીજી હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે પર આવેલી આશ્રમશાળામાંવિશ્રામ દરમ્યાન વહેલી સવારે 4.30 વાગે હાજતે જવા નીકળ્યા હતા અને તે ગુમ થયા હતા.

અડધો કલાક વિતવા છતાં પણ સાધ્વીજી પરત ન આવતાં બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનોએ શોધખોળ હાથ ધરી હતી. ઘટનાના પગલે પોલીસવડા સંજય ખરાતે એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વોડ અને જુદી જુદી પોલીસ ટીમો સાધ્વીજીની શોધખોળ માટે તપાસ અર્થે કામે લાગી હતી અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઇ હતી. મોડી સાંજે ગુમથયેલા સાધ્વીજી રહસ્યમય રીતે ગડાદરકંપામાંથી હેમખેમ મળ્યા હતા.

વહેલી સવાર થી જ જિલ્લા પોલીસે સાધ્વીજીને સાથે રાખીને તેમના બતાવ્યા મુજબ તમામ સ્થળ ઉપર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શનકરીને સાધ્વીજીની પૂછપરછ કરતાં તેઓએ પોલીસને જણાવ્યું કે જ્યારે તે હાજતે ગયા ત્યારે કોઈ અજાણ્યા બે માણસો તેમનો પીછો કરતાં હોવાનો આભાસ થતાં તેઓ ત્યાંથી નીકળી ગયા હોવાનું અને નદી વિસ્તારમાં છૂપાઇ ગયા હતા.

પોલીસ ફૂકીફૂંકીને ચાલી રહી છે
અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે સાધ્વીજી ગુમ થવાના મામલે પોલીસ ફુકીફૂંકીને ચાલી રહી છે. સાધ્વીજી સવારથી માંડી સાંજ સુધી ક્યાં હતા અને ગડાદર કંપા સુધી કેવી રીતે પહોંચ્યા તેની તપાસ અને પૂછપરછ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...