તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:મોડાસાના ટીંટોઇના આધેડનું કોરોનાથી મોત, વધુ બે સંક્રમિત, ડબગરવાડમાં પુરુષ અને ટીંટોઈમાં વૃદ્ધાને કોરોના

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં રવિવારે વધુ બે કેસ કોરોનાના નોંધાયા હતા. જ્યારે મોડાસાના ટીંટોઇના આધેડનું કોરોનાની સારવાર દરમિયાન મોડાસાની કોવિડ હોસ્પિટલમાં મોત થયું હતું. મોડાસા શહેરના ડબગરવાડા વિસ્તારમાં રહેતા 48 વર્ષીય પુરુષ અને તાલુકાના ટીંટોઈમાં રહેતી 65 વર્ષીય મહિલા બે દિવસ અગાઉ બીમારીમાં સપડાતા બંનેના મેડિકલ ટેસ્ટ કરાવતા રવિવારે ઉપરોક્ત બંનેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 799 પહોંચી છે.

મોડાસા તાલુકાના ટીંટોઇના આધેડ બીમારીમાં સપડાતા તેમને 24 તારીખે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન ઉપરોક્ત દર્દીનું મોત થતાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર અંતિમ સંસ્કાર કરાયા હતા.

જિલ્લામાં કોરોનાના 10દર્દીઓ સાજા થયા
મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અરવલ્લી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના ત્રણ પુરુષ, ત્રણ મહિલા, હિંમતનગરની સિવિલમાં સારવાર લઈ રહેલી બે મહિલાઓ અને હોમ આઇસોલેશનમાં પુરુષ અને મહિલા સહિત 10 દર્દીઓ સાજા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો