તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલન:વણિયાદ દૂધ મંડળીની ઠરાવ બુક અને એજન્ડા બુકમાં છેડછાડ બાબતે સભાસદોએ ધરણાં કર્યા

મોડાસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સભાસદો ઠરાવ બુક અને એજન્ડા બુકમાં છેડ ઝાડ થયાનો આક્ષેપ કરીને આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. - Divya Bhaskar
સભાસદો ઠરાવ બુક અને એજન્ડા બુકમાં છેડ ઝાડ થયાનો આક્ષેપ કરીને આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.

મોડાસા તાલુકાની વણિયાદ દૂધ મંડળીની ઠરાવ બુકમાં અને એજન્ડા બુકમાં છેડછાડ કરાયો હોવાનો આક્ષેપ કરીને મંડળીના સભાસદો દૂધ મંડળી આગળ ધરણાં યોજીને આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. સભાસદોએ દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી સામે આક્ષેપ કરીને અગાઉ મિટિંગમાં હિસાબોની અગાઉ માગણી કરાતાં બેઠક કોરમ થઇ હોવાનું જણાવ્યું હતું

વણિયાદ દૂધ મંડળીમાં કેટલાય સમયથી સભ્યો અને સભાસદ ભાઈઓ દ્વારા મંડળીના વહીવટ બાબતે ચેરમેન અને સેક્રેટરી સામે આક્ષેપ કરી રહ્યા છે. સભાસદો નું કહેવું છે કે છ સભ્યો કો-ઓપ્ટ થયેલા છે તેથી સભાસદોને મંડળીના વહીવટ બાબતે અનેક શંકા કુશંકા ઉભી થઇ છે. સભાસદોએ આક્ષેપ કર્યો છે કે નફાના પૈસા પૂરતાં પ્રમાણમાં મળ્યા નથી અને 6 સભ્યોને કો-ઓપ્ટ કરાયા છે. તદુપરાંત દૂધ મંડળીના ઠરાવ બુક અને એજન્ડા બુકમાં પણ છેડછાડ કરાઇ હોવાનો આક્ષેપ કરીને સભાસદો દૂધ મંડળીના નોટિસ બોર્ડ ઉપર કાળા કાયદાના વિરોધમાં ઠરાવ બુક એજન્ડા બુકમાં છેડછાડ કરવા બાબતે સભાસદ ભાઈઓ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...