તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓડિયો વાઇરલ:મેઘરજ પીએસઆઇ એન. એમ. સોલંકીએ બૂટલેગરની પાસે દારૂની બોટલ માગ્યાની ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં સસ્પેન્ડ

મોડાસા/મેઘરજ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પીએસઆઇ એન.એમ. સોલંકી. - Divya Bhaskar
પીએસઆઇ એન.એમ. સોલંકી.
 • PSI અને ભેમા બૂટલેગરની 4.4 મિનિટની ઓડિયો-ક્લિપ વાઇરલ
 • ક્લિપમાં પીએસઆઇએ દારૂની બોટલ મગાવતાં બૂટલેગરે કહ્યું, આજે નહીં, ફરીથી આવીશ ત્યારે રેડ લેબલ લેતો આવીશ અને લેતીદેતીની વાતચીત થઈ

મેઘરજ પી.એસ.આઇ નિલેશભાઇ મૂળજીભાઇ સોલંકીની બૂટલેગર સાથેની 4.4 મિનિટની ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. પીએસઆઇની બૂટલેગર સાથેની વાતચીત દરમિયાન મારી એક સિગ્નેચર લઈ લેજો ને તદુપરાંત રૂપિયાની લેતીદેતીની ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં સમગ્ર મામલે જિલ્લા પોલીસવડા સંજય ખરાતે મેઘરજ પીએસઆઇ એન.એમ.નસોલંકીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. તદુઉપરાંત સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી વિશાલ રબારીને સોંપી છે.

મેઘરજ પીએસઆઇ એન.એમ.સોલંકીની ભેમાભાઈ નામના બૂટલેગર સાથે થયેલી વાતચીતની ઓડિયો-ક્લિપમાં બૂટલેગર પીએસઆઇ સાથે થયેલી વાતચીત દરમિયાન પોતે સીમલવાડા બોર્ડર પર આવ્યો હોવાનું તેમજ ઘરે જતો હતો તો બે બોટલ આરએસની લેતો જાઉ ચોકી ઉપર જે હોય તેને કહેજો તેવું કહે છે. સામેથી પીએસઆઇએ મારી એક સિગ્નેચર લેજો તેમ કહેતાં બૂટલેગરે આજે નહીં ફરીથી સાહેબ તમારી માટે રેડ લેબલ લાવીશ તેવું કહ્યું હતું.

સામે પીએસઆઇએ પૈસાની લેતીદેતી આ મામલે વાતચીત થતાં બૂટલેગરે ઘરના 10000 રૂપિયા આપ્યા હોવાનું કહેતા ફરીથી પીએસઆઇએ ચેકપોસ્ટ પર ગાડીઓનું ચેકિંગ થતું હોવાનું કહીને એક સિગ્નેચર ચેકપોસ્ટ ઉપર આપી દે જો બે બોટલ લઇ જવા દેશે. ઉત્તરાયણ હોવાની વાતચીતની 4 મિનિટ અને 4 સેકન્ડની પીએસઆઇ અને બૂટલેગર વચ્ચેની ઓડિયો- ક્લિપ વાયરલ થતાં સમગ્ર મામલો આઇજી કક્ષાએ તેમજ ડીએસપી સામે આવતાં એસપી સંજય ખરાતે મેઘરજ પીએસઆઇ એન.એમ.સોલંકીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.

પીએસઆઇ એન.એમ.સોલંકી અને બૂટલેગર વચ્ચેની ઓડિયો-ક્લિપના અંશ

પીએસઆઇ બૂટલેગર પાસે આજના દિવસ માટે બોટલ લેતા આવવાનું કહે છે, બૂટલેગર પૈસા ન હોવાથી ના કહે છે

પી.એસ.આઇ: હા હેલો

બૂટલેગર: હા સાહેબ વોટસએપ ખોલ્યું, અહીં કવરેજ આવતું નથી

પીએસઆઇ: હા, મારે નેટવર્ક નથી હું થોડીવાર પછી પંદર-વિસ મિનિટમાં ફોન કરું

બૂટલેગર: હા સાહેબ અહીં મેઘરજ બોર્ડરે આવ્યો તો ઘરે જાવ છું એક-બે ઉતરાણ કરવા લેતો જાઉ તમે કહો તો

પી.એસ.આઇ: નાના અત્યારે રહેવા દો આગળ ચેકીંગ ચાલુ છે

બૂટલેગર: આગળ કઈ હોય તો મારી જવાબદારી તમારું મને સાચવી આપો આપી બાકી આગળ મને કોઈ નહિ પકડે મારી જવાબદારી

પી.એસ.આઇ: તમે ક્યાં છો અત્યારે કાલીયાકૂવા કે ઉન્ડવા

બૂટલેગર: નહીં આપણે સીમલવાડા રોડ આપણે હા બાપુ ની હોટલ નહી

પીએસઆઇ: હા હા

બૂટલેગર: સીમલવાડા નહીં આપણે બાપુ ની હોટલ છે ગજેન્દ્રસિંહની હોટલ ત્યાં આવ્યો તો

પીએસઆઇ: અત્યારે રહેવા દો તમે

બૂટલેગર: હલો હલો ત્યાં આવ્યો તો

પીએસઆઇ: આ બધું હોય તો પહેલાથી મને જાણ કરો તમે તાત્કાલિક મને જાણ કરો કે પહેલા તો કો મને સાંજે જવાનું છે

બૂટલેગર: અરે સાહેબ હું તમને ફોન કરવાનો હતો સાહેબ પણ મને એમ થયું

પી.એસ.આઇ: ઓ લું પૂરું કર્યું

બૂટલેગર: કયું આપી દીધું ને

પીએસઆઇ: ઓકે ઓકે

બૂટલેગર: અરે આપી દીધું સાહેબ મને ના કહેવું પડે સાહેબ

પીએસઆઇ: સારું સારું વાંધો નહીં ચલો ચલો

બૂટલેગર: હા હું કહું છું તમને ચોકી જે હોય તેને કહી દેજો કે બે બોટલ હું આરએસ લઈ જઉં તેનાથી એક બે પર હોય તો મને કહી દેવાનું તમે હજી મને ઓળખતા નથી સાહેબ

પી.એસ.આઇ: 2 આરએસ લઈ જાઓ છો એમને

બૂટલેગર: હા બે આર.એસ

પીએસઆઇ: હા તો એક કામ કરો મારી સિગ્નેચર લઈ લો મારી બોટલ લઇ લો ચેકપોસ્ટ હું કહી દઉં છું આ નંબરની ગાડી આવશે એક સિગ્નેચર લઈ લેજો તમે બે આર.એસ લઈ જજો

બૂટલેગર: સિગ્નેચરની મારી ક્યાં મારો છો સાહેબ

પી.એસ.આઇ: સિગ્નેચર 700 થી 800 ની આવે લાવો ને એક

બૂટલેગર: અરે સાહેબ તમને અત્યારે મારા ઘરના 10000 આપ્યા છે

પી.એસ.આઇ: હવે તમારે એની જોડેથી કઢાવવાના

બૂટલેગર: અરે નહીં કઢાયા પણ આ તો એક વાર બોલ્યા પછી આપણે જુબાનથી બીજું બોલતા નથી

પી.એસ.આઇ: નીકળ નીકળ, ભેમાભાઈ હા હા

બૂટલેગર: તમે એકવાર મળો સાહેબ આપણે જોડે બેસી શું સાહેબ સિગ્નેચર નહીં રેડ લેબલ લાવીશ હું

પી.એસ.આઇ: નાના એક સિગ્નેચર લેતા આવો ને

બૂટલેગર: નાના આજનો દિવસ આજનો દિવસ મારી જોડે પૈસા નથી

પી.એસ.આઇ: નાના લેતા આવો ને

બૂટલેગર: આજનો દિવસ પ્રેમથી જવા દો

પીએસઆઇ: મને યાદ ન હતું કે ઉત્તરાયણ છે હું બીજા કામમાં પડ્યો છું

બૂટલેગર:વાંધો નથી તમને કાલે હું કહેવાય દઈશ ફોજી ને

પી.એસ.આઇ: ફોજી મોજી ની નહિ કરતો ભાઈ હું તમને કીધેલું છે કે તારે તો એક બોટલ વાળો દેખાય તો આવી બન્યું

બૂટલેગર: નાના આપણે હોટલ બાર મારો એક ભાઈબંધ છે અમદાવાદનો અને બાજુમાં એક હોટલ રાખી છે એટલે હું આવ્યો હતો

પી.એસ.આઇ. એક વસ્તુ સમજો મારી ચેકપોસ્ટ ઉપર હું કોઈને આ રીતે જવા નથી એ તો તમારું હશે તો બે બોટલ નું હું કહી દઈશ એટલે એક સિગ્નેચર કરી દઈશ કે એને એવું થાય કે આ તો સાહેબ ની છે એટલે એક સિગ્નેચર

આપી દેજો અને તમારી બે લઈ જજો હું કહી દઉં છું

બૂટલેગર: અરે આજે મારી ઈજ્જત સાહેબ તમારે રાખવી પડશે તમે મારી જોડે ખરાબ ન કરો તમે કહેતા હોય તો લઈ જાવ બાકી તમે મને કહો તો 5000 ની બોટલ પીવડાવી બાકી આજે તો નહીં જ

પી.એસ.આઇ: એવું કેવું આજે નહીં

બૂટલેગર: આજે પૈસા નથી માનીકસમ નથી

પીએસઆઇ: ફોજી ને કહી દો ફોજી લાવી દેશે

બૂટલેગર: ફોજી જોડે નથી બેઠો હું અરે સાહેબ હોટેલ રાખી છે અમદાવાદ નો મારો ભાઈબંધ છે તો આવ્યો છું

પી.એસ.આઇ: આટલું કરો

બૂટલેગર: ના ના ના ના

પી.એસ.આઇ: આટલું કરો તો મજા આવશે

બૂટલેગર: ગાંડપણ ના કરો

પી.એસ.આઇ: હું ચેકપોસ્ટ ઉપર કહી દઉં છું ગાડી ચેક થશે

બૂટલેગર: નાના સાહેબ

પીએસઆઇને સસ્પેન્ડ કરી સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપીને સોંપાઇ છે: ડીએસપી
જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું કે ઓડિયો ક્લિપનો સમગ્ર મામલો સામે આવતા પીએસઆઇ એન.એમ સોલંકીને સસ્પેન્ડ કર્યા છે. તદઉપરાંત આ મામલાની તપાસ ડીવાયએસપી વિશાલ રબારીને સોંપવામાં આવી છે.

મેઘરજના માળકંપા પાસેથી મોનિટરિંગ સેલે દારૂ પકડ્યો હતો
થોડા દિવસ અગાઉ પણ મેઘરજના માળકંપા પાસે સ્થાનિક પોલીસને પણ ગંધ ના આવે એ રીતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગાંધીનગરે રૂ. 2 લાખથી વધુ રૂપિયાનો દારૂ ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો