કર્મઠ શિક્ષક:મેઘરજના ગેડ પ્રાથમિક શાળાના શિક્ષકને મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિકથી સન્માન કરાશે

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં શેરી શાળામાં 90 ટકા બાળકો હાજર રાખ્યા હતા

પરમ પૂજ્ય વિશ્વ વંદનિય મોરારી બાપુના હસ્તે આપણા ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી એક શિક્ષકની પસંદગી કરવામાં આવે છે. ચિત્રકુટ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2201ની ચિત્રકૂટ એવોર્ડની બેસ્ટ શિક્ષકની યાદીમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગેડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જયંતીભાઈ એમ પટેલ ને સ્થાન મળતા અરવલ્લી જિલ્લા તેમજ સમાજનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે. પોતાના વર્ગ શિક્ષકને સ્થાનિક પરિસ્થિતિ જોડીને શિક્ષણને રસપ્રદ બનાવવાની કળા ખૂબ જ હસ્તગત કરેલ છે.

જ્યંતિભાઈ પટેલે ગેડ પ્રાથમિક શાળામાં 07/07/1988 રોજ નિમણૂંક પ્રાપ્ત કરી અને પોતાની શાળાને આદર્શ બનાવવા માટે ખૂબ જ પરિશ્રમ કરેલ છે. પર્યાવરણ પ્રેમી હોઈ શાળામાં બગીચો, કિચન ગાર્ડન તથા નવીન છોડવા વાવીને શાળાને હરિયાળી બનાવેલ છે. વેકેશન દમિયાન પણ સતત શાળાની જાળવણી, વાલી અને બાળકોને જીવંત સંપર્ક સતત કરતા રહો છો લોકડાઉન દરમિયાન શેરી શાળામાં 90 ટકા બાળકો હાજર રાખવામાં સફળ થયા હતા. ગૂગલ મીટ, માઇક્રોસોફ્ટ ટીમ તથા રૂબરૂ બાળકોને માર્ગદર્શન જેવી સરહાનિય કામગીરી પણ કરેલ છે.

સતત વર્ગો અને શાળાને જીવંત તથા ધબકારા રાખવા એ તેમણી આગવી ઓળખ છે. સી.આર. સી કક્ષાના કાર્યકમમાં અને તાલુકાના કાર્યકમોમાં તેમણે સતત ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને મેઘરજ તાલુકા પંચાયત ખાતે એંકર તરીકે પણ ભૂમિકા ભજવી છે. ગેડ શાળાને અને સ્ટાફ મિત્રોની સાથે રાખીને એક તાંતણે બોધીને એક સુંદર શાળા બનાવી છે. ગાંધીનગરથી ટીમ પણ આવી હતી. શાળાને ઈનામ પણ જાહેર કર્યું હતું. આમ શાળા આજે અરવલ્લી જિલ્લાના એક સારી શાળા તરીકે ઉપસી આવી છે અને મેઘરજ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પણ મળેલ છે. ઇસરી બારા સમાજમાં પણ સન્માન કર્યું છે અને રેલ્લાંવાડા જૂથ પરિવારએ પણ સન્માન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...