તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:અરવલ્લીની ITI માં સેનેટરી ઇન્સ્પેક્ટરના છાત્રોની માસ પ્રમોશન, વહેલી પરીક્ષાની માંગ

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાલીમાર્થીઓએ અધિક કલેક્ટરને આવેદન આપ્યું હતું. - Divya Bhaskar
તાલીમાર્થીઓએ અધિક કલેક્ટરને આવેદન આપ્યું હતું.
  • ITI માં સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ કરેલ વિદ્યાર્થીઓનું માંગો મુદ્દે આવેદન

અરવલ્લી જિલ્લાના આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓ કે જેમણે એક વર્ષનો એસ આઇનો કોર્ષ કરેલો છે. તેવા તાલીમાર્થીઓનો આ કોર્ષ નોન-ટેકનિકલ હોઈ માસ-પ્રમોશન આપવા અથવા ગવર્મેન્ટમાં પડી રહેલ ભરતીના ફોર્મ ભરવા બાબતે અરવલ્લી જિલ્લા અધિક કલેક્ટર આર.જે વલવીને આવેદન આપ્યું હતું.

આવેદન મુજબ મહામારીના કારણે પરીક્ષા જુલાઈ 2020 માં લેવાની હતી. તે મોકૂફ રાખી હતી અને ત્રણ-ત્રણ વાર પરીક્ષાનો કાર્યક્રમ આપવામાં આવ્યા બાદ એક પણ વાર પરીક્ષા યોજી શકાઈ નથી અને પહેલા પણ પત્ર વ્યવહાર દ્વારા સરકાર તથા લાગતા વળગતા વિભાગમાં રજૂઆત પણ કરી હતી. મહામારીમાં આરીગ્ય ખાતામાં ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં જે તે પદ માટે ભરતી પડી રહેલ છે.

જેમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરના પદની ભરતીને લાયકાત અનુસાર અમારો કોર્ષ પૂર્ણ થઈ ગયેલ છે અને લાયક હોવા છતાં માર્કશીટ ન હોવાના કારણે અરજી કરી શકતા નથી. જૂન માસના પહેલા સપ્તાહમાં પરીક્ષાનું આયોજન કરવા માંગ કરી હતી. પ્રેક્ટીકલની પરીક્ષાના માર્કસના આધારે માસ પ્રમોશન આપવા અથવા અંતિમ પરીક્ષા ન યોજાય ત્યાં સુધી અમો તથા રાજ્યના અન્ય આઈટીઆઈ ના તાલીમાર્થી સ૨કારી ભરતીમાં અરજી કરી શકે તે માટે બોનાફાઈડ પ્રમાણપત્ર માન્ય કરી આરોગ્ય ખાતાની અમારી લાયક ભરતીમાં અરજી કરવા ફોર્મ ભરવા વ્યવસ્થા કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...