તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્ન પ્રસંગ ગમમાં ફેરવાયો:માલપુરના ડોડીયાના IT એન્જિનિયરની કારનું ટાયર ફાટતાં ઝાડ સાથે ટકરાતાં મોત

મોડાસા/બાયડ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાયડ-દહેગામ રોડ પર જંત્રાલ પાસે અકસ્માત, 2 ગંભીર
 • અમદાવાદ રહેતો પરિવાર માલપુરના વાવડીમાં લગ્ન પ્રસંગ પતાવી પરત જતો હતો

અમદાવાદ રહેતો પરિવાર કાર લઇ માલપુરના વાવડીમાં પારિવારિક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ પરત કાર લઇ અમદાવાદ ફરતા હતા ત્યારે બાયડ-દહેગામ રોડ પર જંત્રાલ પાસે કારનું ટાયર ફાટતાં કાર રોડ સાઈડમાં ઝાડ સાથે ટકરાતાં કાર ચાલક આઇટી એન્જિનિયરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા. મૂળ માલપુરના ડોડીયાના અને અમદાવાદ રહેતો યોગેશ મહેન્દ્રભાઈ પટેલ આઇટી એન્જિનિયર તેના પરિવાર સાથે કાર લઇ માલપુર તાલુકાના વાવડીમાં સાસરીમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત સોમવારે સવારે અમદાવાદ જવા જવા નીકળ્યો હતો.

ત્યારે બાયડ - દહેગામ રોડ પર કારનું ટાયર અચાનક ફાટતા ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ બાજુમાં રહેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં ચાલક યોગેશ પટેલના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. વહેલી સવારે અકસ્માત થતાં લોકો દોડી આવ્યા હતા. કારમાં સવાર અન્ય બે લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા લોકોએ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. ઘટનાના પગલે આંબલીયારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. લગ્ન પ્રસંગમાં ખુશીનો માહોલ થોડી જ ક્ષણોમાં ઓસરી ગયો હતો. યુવકના મોતથી માલપુર તાલુકા લેઉવા પાટીદાર સમાજમાં શોક છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો