નિર્ણય:માલપુરમાં કોરોનાથી 38 લોકોનાં મોત થતાં માલપુર આજે રવિવારે બંધ રહેશે

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારી એસોે.એ રામધૂન બોલાવી શ્રદ્ધાંજલી પાઠવી હતી. - Divya Bhaskar
વેપારી એસોે.એ રામધૂન બોલાવી શ્રદ્ધાંજલી પાઠવી હતી.
  • ગામના અગ્રણી અને વેપારીઓએ મૃતકોને શ્રદ્ધાંજલી આપી રામધૂન બોલાવી

માલપુરમાં કોરોનાની મહામારી દરમિયાન શિક્ષકો, પંચાયત, સદસ્યો, વેપારીઓ પંચાયત કર્મીઓ અને માલપુરની 7 મહિલા અને અન્ય 10 નાગરિકો સહિત કુલ 38 લોકોના મોત થતાં માલપુરના વેપારી એસો.ને મૃતકોના માનમાં શનિવાર અને રવિવારે બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

વેપારી એસો. અને અગ્રણીઓએ શનિવારે લીમડાચોકમાં મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી રામધૂન બોલાવી હતી.કોરોનાના કેસો ઓછા થતાં માલપુરના વેપારી એસો. દ્વારા કોરોનાની સારવાર દરમિયાન અને કોરોનાથી મોતને ભેટેલા 12 જેટલા વેપારીઓ માલપુર ગ્રામ પંચાયતના મહિલા ઉપસરપંચ અને અન્ય એક મહિલા સદસ્ય તેમજ માલપુર પંચાયતના બે કર્મચારીઓ તેમજ માલપુરમાં અને તાલુકાના ગામડાઓમાં પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં ફરજ બજાવતા પાંચ શિક્ષકો તેમજ માલપુરમાં રહેતા 10 પુરુષ અને 7 મહિલા સહિત કુલ 38 લોકોનાં મૃત્યુ થતાં શનિવારે અને રવિવારે મૃતકોના માનમાં બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. શનિવારે માલપુરમાં તમામ પાન ગલ્લા સહિત નાના વેપારીઓએ પણ બજાર બંધ રાખીને મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...