તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાઉન્સેલિંગ:મહિસાગર જિલ્લાની ઘરેથી ભાગી ગયેલી ધો. 10ની વિદ્યાર્થિનીનું પરિવાર સાથે મિલન

મોડાસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા-પિતાના ત્રાસથી ઘર છોડી સંઘમાં શામળાજી સુધી પહોંચી
  • અરવલ્લી જિલ્લા 181 અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

અરવલ્લી જિલ્લાની ૧૮૧ અભયમ ટીમે 3 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગે મહિલા હેલ્પ લાઇન પર ફોન આવ્યો હતો કે શામળાજી મંદિરના ગેટ પાસે એક છોકરી બેસી છે. આ ફોનની અગત્યતા સમજી ૧૮૧ ટીમના કાઉન્સિલર ચૌધરી ચેતનાબેન ટીમ સાથે સ્થળ પર પહોંચીને કાઉન્સેલીંગ કરતાં સગીરા મહિસાગર જિલ્લાના ગામડાની ધો-10 માં અભ્યાસ કરતી હતી.

સગીરાની પૂછપરછ કરતાં છોકરી તેમના મા-બાપના સતત માનસિક ત્રાસથી કંટાળીને ઘરની દીવાલ પર હું ઘર છોડીને જાઉ છું મને શોધશો નહીં તેવું લખાણ લખીને ઘરેથી નીકળી ગઇ હતી. અને તેને અંબાજી પગપાળા નીકળેલ પદયાત્રા સાથે જોડાઇ ઘરે પાછુ ન ફરવા વિચારી રથ સાથે શામળાજી સુધી આવી પહોંચી હોવાનું સગીરાએ જણાવ્યું હતું ,પદયાત્રીઓએ પોતાના રથ જોડે આવેલ સગીરાની ઓળખણ ન થતા તરતજ 181 મહિલા હેલ્પલાઇન મોડાસાને જાણ કરી હતી અભયમ ટીમે સગીરાના ઘરે સંપર્ક કરતા મહિલાના પિતાએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવેલ હતી અને સગાસંબંધીએ શોધખોળ કરી રહ્યા હતા

.રાત્રિના દોઢ વાગે સગીરાના પરિવારના સભ્યોને તેમજ પોલીસ સ્ટેશન મોડાસા બોલાવી જરૂરી કાર્યવાહી કરી અભયમ ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરી ઘરે ના જવાની જીદ પકડીને બેઠેલી સગીરાને સમજાવી વાલીને આગળ અભ્યાસ કરાવે તેમજ તેને નોકરી કરવા સ્વપ્ન પૂરું કરાવે તેમ સમજાવ્યું હતું.

181 અભયમ ના ચેતનાબેન ચૌધરીએ જણાવ્યું કે કોરોનામાં બાળકો સ્કૂલો બંધ હોવાના કારણે ઘરમાં મૂંઝવાતા હોય છે અને વાલીઓ પણ અભ્યાસ બાબતે બાળકોની ચિંતા કરતા હોય છે. આવા મૂંઝવાતા તથા માનસિક રીતે પિડાતાં વાલીઓ તથા યુવતીઓ ૧૮૧ અભયમની જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે અને અભયમ ટીમનો આશરો લઇ શકે એમ કાઉન્સેલરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...