તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડોડીસરામાં પોલીસ પર હુમલો કરનારો મહેશ ઉર્ફે કાળિયો ટોરડામાંથી ઝડપાયો

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અઢી વર્ષ અગાઉ રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કર્યો હતો

ભિલોડાના ડોડીસરામાં અઢી વર્ષ અગાઉ પોલીસ પર જીવલેણ હુમલો કરી નાસતો ફરતો કુખ્યાત આરોપી તેમજ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો ભિલોડા અને શામળાજી પોલીસ સ્ટેશનનો વોન્ટેડ મહેશ ઉર્ફે કાળીયો અસારી બાતમીના આધારે ભિલોડાના બાવળીયા ટોરડામાંથી ઝડપાઇ ગયો હતો.

હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ સવજીભાઈને બાતમી મળી હતી કે વર્ષ 2018 માં ભિલોડાના ડોડીસરામાં પોલીસ પર જીવલેણ હુમલો કરનાર અને શામળાજી ભિલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો ભિલોડાના ધંધાસણનો લિસ્ટેડ બુટલેગર મહેશ ઉર્ફે કાળીયો કમજીભાઇ અસારી બાવળિયા ટોરડામાં આવ્યો હોવાની બાતમી મળતાં પોલીસ ઇન્સ્પેક્ટર જયેશભાઈ ભરવાડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ.સિસોદિયાએ સ્ટાફ સાથે ઉપરોકત સ્થળે રેડ કરી નાસતા ફરતા મહેશ ઉર્ફે કાળીયા અસારીને ઇ. ગુજકોપની મદદથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો