કાર્યવાહી:ભિલોડાના ગોવિંદનગરમાંથી LCBએ ત્રણ ઘરફોડિયા પકડ્યા

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ગુનામાં હજુ 4 આરોપી ફરાર, કુલ 13900નો મુદ્દામાલ રિકવર

ભિલોડા પંથકમાં ઘરફોડ તેમજ લોકોને બાનમાં લઇ ચોરી કરતાં ચોરોને પકડવા ડીએસપી સંજય ખરાત અને અને એલસીબીના પીઆઇ સી .પી.વાઘેલાએ સૂચના આપતાં સ્ટાફ ના પી એસઆઈ વી.એસ.દેસાઇ સહિતે ટેકનિકલ સર્વેલન્સ કરી ભિલોડાના ગોવિંદનગરમાં રહેતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 13900નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

આ ગુનાનો ભેદ ઉકેલાયો
1. 3 માસ અગાઉ ધોલવાણીમાં પરિવારને ધારિયા અને લાકડી બતાવી ઓરડીમાં પૂરી રોકડ તેમજ ચાંદીના દાગીના અને મોબાઇલની લૂંટ કરી હતી. 2. શામળિયા જનરલ સ્ટોર્સ પાછળ દુકાનનું શટર તોડી અંદરથી રોકડ અને સિગારેટના પેકેટની ચોરી કરી હતી. 3.વિજય સેલ્સ એજન્સીનું શટર તોડી ચોરી કરી હતી. 4. વાંકાનેર રેકી કરી એસ્સાર પેટ્રોલપંપ પાછળ ના મકાનમાં મહિલાને કુહાડી લઇ હીલના મત માર ડાલેંગે કહી10 હજારની લૂંટ કરી હતી

ઝડપાયેલા આરોપીઓ
દિલીપકુમાર બચુભાઈ ખરાડી રહે. ગોવિંદનગર ભિલોડા રહે. પાટિયા વાલીયા તા. ખેરવાડા જિ. ઉદયપુર, સંજય બંસીભાઈ ગઢસા રહે. ગોવિંદનગર મૂળ રહે ધંધાસણ તા. ભિલોડા, અર્પિતભાઇ ઉર્ફ બોડો બંસીભાઈ ગઢસા રહે. ગોવિંદનગર મૂળ ધંધાસણ

​​​​​​​ફરાર ચાર આરોપીઓ
લાલાભાઇ નવજીભાઈ ડામોર રહે. ભૂતાવડ તા. ભિલોડા, દશરથભાઈ ભેરાભાઇ ડામોર રહે. ખડકાયા ખેરવાડા, લાલાભાઇ બાબુભાઈ ડામોર રહે. ખડકાયા ખેરવાડા ઉદયપુર અનેસંજય ઉર્ફે લાલો રવિશંકર કાવાજી ડામોર

અન્ય સમાચારો પણ છે...