ખાતરની માંગ:અરવલ્લીમાં રાસાયણિક ખાતરની અછત,યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની જિલ્લાભરમાં રઝળપાટ

મોડાસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભિલોડામાં યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની લાંબી કતાર લાગી હતી - Divya Bhaskar
ભિલોડામાં યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની લાંબી કતાર લાગી હતી
  • જિલ્લામાં 1000 મેટ્રીકટન રાસાયણિક ખાતરની માંગ સામે 250 મેટ્રીકટન જ ખાતર આવે છે
  • સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરાં ઉડાવી ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે પડાપડી કરી રહ્યા છે

અરવલ્લી જિલ્લામાં દોઢ લાખ હેક્ટરથી વધુમાં શિયાળુ પાકોની વાવણી થઇ છે. ખેડૂતોને રાસાયણિક ખાતરોની તાતી જરૂરિયાત સામે નહિવત માત્રામાં યુરિયા સહિતના ખાતરો આવતા હોવાથી વહેલી સવારથી ભિલોડા મોડાસા તાલુકા મથકોએ ખેડૂતોની લાંબી લાઇન લાગી છે. પરિણામે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરાં સાથે કોરોનાની ઐસીતૈસી વચ્ચે પણ ખેડૂતો યુરિયા ખાતર માટે પડાપડી કરતા હોવાની બૂમ ઉઠી છે.

અરવલ્લીમાં રોજિંદા 1000 મેટ્રિક ટન રાસાયણિક ખાતરની માંગ સામે માત્ર 250 મેટ્રિક ટન રાસાયણિક ખાતરો આવતા ખેડૂતોને રાસાયણિક ખાતરો માટે રઝળપાટ કરવાની ફરજ પડી છે.જિલ્લામાં ગત શિયાળામાં પોટાશ ખાતરની એક થેલી રૂ. 800 થી 850 સુધી મળતી હતી. જે ભાવ વધીને બમણા થવા છતાં ખાતર મળતું ન હોવાની બૂમ ઉઠી છે. પોટાશ ખાતર ન મળતાં પાકમાં ઉત્પાદન ઘટવાની ખેડૂતોએ દહેશત વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...